3 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે કડાકા-ભડાકા સાથે આ વિસ્તારમાં અતિભારે વરસાદને લઈને કરી આગાહી

રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઇ ગયું છે. 3 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે. વલસાડ શહેરના મધ્યમાં આવેલા રોડ પર ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે.

ત્યારે આગામી પાંચથી સાત દિવસ ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લૉ પ્રેશરને કારણે સિસ્ટમ સક્રિય થતા દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી વલસાડ શહેરમાં માત્ર ચાર કલાકમાં પાણી ભરાઈ ગયું છે.

વલસાડમાં 4 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ થયો છે.સાથે વાપીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત્રે ભારે વરસાદ થયો છે. વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદી માહોલ જોવા મળ્યો છે.

વલસાડ શહેર સર્વ જિલ્લાઓમાં સારો વરસાદ થયો છે. નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં સારો વરસાદ થવાથી ચારે બાજુ પાણી-પાણી થઈ ગયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સારા વરસાદ થવાના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે ધોધમાર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *