પરશોત્તમ રૂપાલા / ગુજરાતના દૂધમાં ભેળસેળ ના નામે મોટું ષડયંત્ર
અમરોલી ખાતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે તેમને જણાવ્યું છે કે, દૂધ ના નામે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે દેશને વગોવા નો પ્રયાસ કર્યો હતો. દૂધમાં ભેળસેળ ના નામે સમાચારો ઉછાળવા તે મોટું ષડયંત્ર છે. ચીને ખોટી માંગ ઊભી કરી છે, અને અમૂલ નામની વિશ્વ પ્રસિદ્ધ કંપનીને દૂધ ના નામે વગોવવામાં આવે છે, આમ ચીન સામે આડકતરા પ્રહાર કર્યા હતા.
તેમજ તેમને જણાવ્યું હતું કે, દેશની છાપ ખરાબ કરવાનો આ પ્રયાસ છે. ભેળસેળ કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.18 ઓગસ્ટના રોજ રાજકોટના ઉપલેટાના ઢાંક ગામ ને ત્યાં દસ હજાર લિટર ડુપ્લીકેટ દૂધ ના વેપારીનો પોલીસે પર્દાફાશ કર્યો હતો.
નકલી દૂધ ના કાળા કારોબારીમાં તેમને કેમિકલ અને અન્ય વસ્તુઓની ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કર્યા છે. છેલ્લા એક વર્ષથી આ રીતે કાળા કારોબાર ચાલતો હોવાની પોલીસને ફરિયાદ મળી હતી. જે બાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી જણાવ્યું હતું કે, આ પ્રકારના દૂધનું આહાર લેવાથી ગંભીર રોગના શિકાર બની શકાય છે. આ કેમિકલના ઉપયોગથી કેન્સર સુધીના રોગ થવાની પણ શક્યતા છે.
એ મહત્વનું છે કે, દૂધ નો આહાર તમામ લોકો દ્વારા લેવામાં આવતો હોય છે. પરંતુ આ પ્રકારના કેમિકલ યુક્ત દૂધ નો વિડીયો સામે આવ્યા બાદ લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!