કાલે લેવાશે કોંગ્રેસના પ્રમુખ માટેનો મોટો નિર્ણય, આ નેતાએ આપ્યા મોટા સંકેત..

ગુજરાત કોંગ્રેસ માટે મોટા સમાચાર દિવાળી પહેલા જાહેર થશે અધ્યક્ષ નું નામ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના સંકેત દિવાળી પહેલાં ગુજરાત કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. તેવા સંકેતો સામે આવી રહ્યા છે તો દિવાળી પહેલાં ગુજરાત કોંગ્રેસના મોટા પાયે ફેરફાર થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. એ મહત્વનું છે કે, આગામી 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

કોંગ્રેસ પોતાની ખરાબ છબિ ને સુધારવા માટે મોટું પરિવર્તન કરવા જઈ રહી છે. જેને લઇને સંગઠનની રે તારી થી લઈને પ્રદેશના નેતાઓ માં ધરખમ ફેરફારો થાય તેવું લાગી રહ્યું છે.

હાલ તો ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ દિલ્હીમાં ધામા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાતના માળખામાં પરિવર્તન માટે કોંગ્રેસના રાહુલ ગાંધી પણ એક બોર્ડ માં દેખાઈ રહ્યા છે.

આજે દિલ્હી કોંગ્રેસના મોટા નેતાઓ અમિત ચાવડા, પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા સહિતના અનેક નેતાઓ દિલ્હીમાં હાજર રહ્યા હતા.

આજે રાહુલ ગાંધી કોંગ્રેસના 15 જેટલા આગેવાનો સાથે બેઠક કરશે.જેમાં નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષ નેતા અંગે ચર્ચા વિચારણા કરશે નવા પ્રદેશ પ્રમુખ અને

વિપક્ષી નેતાની રેસમાં ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાનું નામ આગળ બોલી રહ્યું છે. તો બીજી તરફ હાર્દિક પટેલ અને શક્તિસિંહ ગોહિલ ના નામ પ્રદેશ અધ્યક્ષ માટે ચર્ચામાં આવી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *