Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને હાર્દિક પટેલના નજીક ગણાતા દિગ્ગજ નેતાને સોંપવામાં આવશે મોટી જવાબદારી - GUJJUFAN

પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને હાર્દિક પટેલના નજીક ગણાતા દિગ્ગજ નેતાને સોંપવામાં આવશે મોટી જવાબદારી

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોર પોતાની નવી ટીમલી આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની કમાન પાટીદાર મહિલા ને સોંપી શકે છે. ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખની ટર્મ પૂરી થતા નવા ચહેરાની શોધ શરૂ થઈ ગઈ છે. આ રેસમાં પાટીદાર મહિલા આગેવાન ગીતાબેન પટેલ મોખરે હોવાનું મનાઈ રહ્યું છે.

આ ઉપરાંત વંદનાબેન પટેલ નું નામ પણ ચાલી રહ્યું છે. વંદનાબેન પટેલ કે ગીતાબેન પટેલ માંથી કોઇપણ 1 ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બનશે.

તેવું સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે, રાજકોટના ગાયત્રીબા વાઘેલા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ છે. પણ ઓક્ટોબર મહિનામાં જ ગાયત્રીબા વાઘેલા ની ટર્મ પૂર્ણ થઈ ચૂકી છે.

તેમના સ્થાને ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે હાલ બંને નામ ચર્ચામાં ચાલી રહ્યા છે. અને આ બંને પાટીદાર મહિલા છે. કોંગ્રેસ ના સુત્રો અનુસાર વંદનાબેન પટેલ અને ગીતાબેન પટેલ ના નામ પર ચર્ચા ચાલી રહી છે.

કોંગ્રેસનું પ્રમુખપદ માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. રસપ્રદ વાત એ છે કે, વંદનાબેન પટેલ અને ગીતા પટેલ બંને પાટીદાર અનામત આંદોલનમાં થી આગળ આવ્યા છે.

અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ની નજીક છે. ગીતા પટેલ ગાંધીનગર જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે.

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં ઠક્કરબાપાનગર બેઠક પરથી ગીતાબેન ચૂંટણી પણ લડ્યા હતા. પટેલ પાટીદાર અનામત આંદોલનનો ચહેરો બન્યા હતા અને મૂળ મહેસાણાના છે. આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ વંદનાબેન પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *