ઈશુદાન ગઢવી દ્વારા CM ને લઈને આપવામા આવ્યું મોટું નિવેદન, કહ્યું કે..
આજે આમ આદમી પાર્ટીના અમદાવાદ મુખ્ય કાર્યાલય ખાતે યોજાયેલ એક પત્રકાર પરિષદમાં ઇશ્વરદાન ગઢવી જણાવ્યું હતું કે, ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્ય માં એક મોહરા રીતે ચીફ મિનિસ્ટર બનાવવામાં આવે એ ગુજરાત રાજ્યની જનતા માટે બહુ જ હાસ્યપ્રધાન અને અપમાનજનક બનાવ છે. બધાને ખબર છે કે, હવે ભુપેન્દ્રભાઈ પટેલ ખાલી નામ ના મુખ્યમંત્રી હશે, અને અમિતભાઈ શાહ અને સી.આર.પાટિલ પાછળથી ચલાવશે.
મોટો પ્રશ્ન છે કે, આટલા સિનિયર કક્ષાના નેતા નીતિનભાઈ જેને રાજ્ય માટે આટલો અનુભવ છે. એમને મુખ્યમંત્રી કેમ ના બનાવ્યા ખરેખર ગુજરાતમાં ભાજપ સરકાર નિષ્ફળ છે. વિજય રૂપાણી ના પાંચ વર્ષ પુરા થતા અને ઉજવણી માટે કરોડો રૂપિયા ઉડાવ્યા એટલે ગેસના ભાવમાં 25 રૂપિયા વધાર્યા અને પેટ્રોલ પણ મોંઘું કર્યું.
હવે પરિસ્થિતિ વધારે ખરાબ થશે કારણકે, ભુપેન્દ્રભાઈ ને કઈ પૂછ્યું હશે, અને નિર્ણય લેવો હશે તો પહેલા દિલ્હી ફોન કરવો પડશે. તેવો સીધો નિર્ણય નહીં લઈ શકે.
આપણા માટે સૌથી મોટી વિડંબના એ છે કે, બિનઅનુભવી અને નબળા મુખ્યમંત્રી ના લીધે ગુજરાત રાજ્યનું પ્રગતિશીલ અને પહેલાં જ ન થયેલ વિકાસ હવે પાંચ વર્ષ પાછળ જતું રહેશે.
નવા મુખ્યમંત્રીના પબ્લિક સીટી અને હેડિંગ માટે ઉજવણી થશે. અને આપના ખિસ્સામાંથી ફરી બીજા કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવશે. ભાજપ સરકાર બધાને ગુમરા કરવાનું બંધ કરે.
અમે નવા મુખ્યમંત્રી ને ચેલેન્જ આપી એ છે કે, તાકાત હોય તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી ફરી સરદાર પટેલ સ્ટેડિયમ કરી બતાવે. જે 6000 સ્કૂલો બંધ કરી છે, એ ચાલુ કરી બતાવે.
અકસ્માતમાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે, એમના પરિવારને સહાય કરે. મહામારીમાં આખા વિશ્વનું અને મારા ગુજરાતી ભાઈ બહેન નું છે, આર્થિક નુકસાન થયું હતું
અને હવે ગણપતિ દાદા ના આશીર્વાદથી જ્યારે અમે ફરી વેપાર અને રોજગાર ચાલુ કરવા નીકળ્યા છીએ. એ સમયે સત્તાવાર પાર્ટી દ્વારા રચાયેલું આવા પોલિટિકલ નાટક ગુજરાત રાજ્ય માટે બહુ જ નુકસાન કરશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!