સમાચાર

કોંગ્રેસને મોટો ઝટકો / રાહુલ ગાંધી ચૂંટણીની તૈયારી માટે આ કાર્ય કરવા ગયા તે પહેલા, AAP માં જોડાયા આ દિગ્ગજ નેતાઓ..

દિલ્હીમાં આવતા વર્ષે નગર નિયમની ચૂંટણી થવાની છે. પરંતુ આ ચૂંટણીને લઈને કોંગ્રેસ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે, કોંગ્રેસના ઘણા નેતા ચૂંટણી પહેલા જામ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. ચૂંટણી મુદ્દે રાહુલ ગાંધી બેઠક પણ કરવાના હતા પરંતુ તે બેઠક પહેલા જ કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

પરિસ્થિતિને અનુલક્ષીને રાહુલ ગાંધીએ તાબડતોડ સાંજે 4:00 બેઠક રાખી છે. જેમાં દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અનિલ ચૌધરી અને પાંચ-પાંચ યક્ષોને સાથે આ બેઠક કરવામાં આવશે.

આ બેઠકમાં ચૂંટણીને લઈને હવે મોટા નિર્ણયો લેવામાં આવશે. સાથે ચૂંટણી અલગથી રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે. દિલ્હી કોંગ્રેસ કમિટી આગામી નગર નિગમની ચૂંટણીને લઈને તૈયારી કરવા લાગી ગઈ છે, જેને લઇને દિલ્હી કોંગ્રેસ મુખ્યાલયમાં મિટિંગ પણ કરવામાં આવી હતી.

પરંતુ અચાનક થી કોંગ્રેસ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાઈ જતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા રાઘવ ચુડાસમા સાહેબ કોંગ્રેસ નેતાઓ ના પાર્ટીમાં સ્થાન આપતા કહ્યું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કામ થી પ્રેરિત થઇને કોંગ્રેસ નેતાઓ મારી પાર્ટીમાં જોડાયા છે.

કોંગ્રેસના વિકાસ શર્મા અને મહેર યાદવ તેમજ સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. બંને નેતાઓ લાંબા સમયથી કોંગ્રેસની સેવા કરી રહ્યા હતા.

કોંગ્રેસના નેતા આમ આદમી પાર્ટીમાં જોડાતા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો આમ દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી પોતાનું પ્રભુત્વ વધારે રહી છે. અને પોતાની પાર્ટીને મજબૂત બનાવી રહી છે. પોતાનું પ્રભુત્વ વધારે લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *