આપ બુથ સમીક્ષા બેઠક યોજાઈ જેમાં, આ પાર્ટી સાથે છેડો ફાડી બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ આપમાં જોડાયા.

મોરબી જિલ્લામાં આગામી ચૂંટણી પહેલા દિલ્હીના આપના ધારાસભ્યની હાજરીમાં મોરબી જિલ્લામાં ની પાર્ટી દ્વારા જિલ્લાની બુથ સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા પ્રમુખ યોગેશ પંડ્યા ની આગેવાનીમાં બુથ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દિલ્હી સરકારના ધારાસભ્ય તેમજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગુલાબ સિંહ યાદવ તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ ભાઈ સોરઠીયા ઉપસ્થિત રહેલ હતા.

આ સમીક્ષા બેઠકમાં આદમી પાર્ટી મોરબી દ્વારા સંવેદના યાત્રા વિશે તેમજ આગામી સમયમાં આવનાર તમામ ચૂંટણી લડાઇ કરવા માટે સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી.

આગામી સમયમાં પાર્ટી ગુજરાતના તમામ બુથો સુધી જોઈ પોતાના કાર્યકર્તા ની નિમણૂક કરશે. આ બેઠકમાં મોરબી શહેર, મોરબી તાલુકા, હળવદ તાલુકા, વાંકાનેર તાલુકા, માળીયા મીયાણા તાલુકા, ટંકારા તાલુકા ની ટીમ હાજર રહેલ હતી.

આ બેઠકમાં 70 નવા કાર્યકર્તાઓનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખ તરીકે રશ્મિબેન વરમોરા તેમજ ઉપપ્રમુખ તરીકે જ્યોત્સનાબેન ચૌહાણ તેમજ જ્યોતિબેન પરમાર ની નિમણૂક કરવામાં આવી હતી.

આમ આમ આદમી પાર્ટી દિવસેને દિવસે પોતાની પાર્ટીને મજબૂત બનાવી રહી છે. અને લાખો સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ત્યારે સંગઠન મજબૂત બની રહ્યું છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તેઓ તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *