ઉતારી જાપાનના સમુદ્રમાં એક ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી. અહીં એક માલવાહક જહાજ તટીય માટી સાથે અથડાઈને બે ટુકડા થઈ ગયા હતા. જોકે આ પનામા ના તમામ ક્રૂ મેમ્બરને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. ક્રીમસન પોલારિસ નામના આ જહાજ નો આગળ નો ભાગ અને પાછળનો ભાગ તૂટી ને અલગ થઈ ગયા હતા.
આ તૂટેલા જહાજનું એરિયલ વ્યુવાળો વીડિયો સામે આવ્યો હતો.એક કોસ્ટ ગાર્ડ જણાવ્યું હતું કે, જહાજ તૂટી જવાથી તેનું ઇંધણ ફેલાતા 24 કિલો મીટર એટલે કે 15 માઈલ સુધી ફેલાયું હતું. જોકે, તેનાથી પર્યાવરણને કેટલું નુકસાન થશે તેના વિશે સચોટ અંદાજ લગાવ્યો નથી.
37 હજાર ટન વજન ધરાવતું આ જહાજ લાકડાની ચિપ્સ લઈને જઈ રહ્યું હતું. બુધવારે સવારે હચીનોહે બંદર નજીક દુર્ઘટના ગ્રસ્ત થઈ ગયું. કહેવાય છે કે, તટ પાસે સમુદ્રના પાણીમાં યોગ્ય ઊંડાઈ ન હોવાને કારણે તેમાં ફસાઇ ગયું.
21 ક્રૂ મેમ્બરને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. જે ચીન અને ફિલિપ્સના હતા.જાપાનના ઉત્તરપૂર્વીય તટના બંદર જહાજ ફસાવવા અને તૂટવાની ખબર મળતાં જ ત્રણ નાવ અને ત્રણ વિમાન રવાના કરી દેવામાં આવ્યા હતા.
સાથે સાથે અધિકારીઓ તેલને ફેલાતો રોકવા માટે પ્રયાસો કરી રહ્યા હતા. તો વળી જહાજના બંને ટુકડા એક સાથે અથડાય નહીં, તેના માટે આખી રાત હોડી એ તેનાત કરશે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!