કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે બંધબારણે બેઠક, ટૂંક સમયમાં વિપક્ષી નેતા અને પ્રમુખ ની જાહેરાત થાય તેવી..

ચૂંટણી પહેલા કોંગ્રેસ માં મોટાપાયે ફેરફાર થવાના ભણકારા વાગી રહ્યા છે. આજે કોંગ્રેસની મહત્વની બેઠક યોજવા જઇ રહી છે. આજે યોજાનારી બેઠકમાં ગુજરાત કોંગ્રેસ નવા પ્રદેશ પ્રમુખ મળી શકે છે. રાહુલ ગાંધીએ આ બેઠક બોલાવી છે. ત્યારે રાહુલ ગાંધીએ બોલાવેલી બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે વન-ટુ-વન બેઠક કરાશે.

રાહુલ ગાંધી આ નેતાઓ સાથે બેઠક યોજી એક એક કરીને વિગતો મેળવશે. ગુજરાતમાં વારંવાર સમયમાં કોંગ્રેસ નું માળખું કેવું હશે, અને કેવું હોવું જોઈએ એ બાબતે ગુજરાતના નેતાઓ ના મંતવ્યો લેવામાં આવશે.

નવા પ્રદેશ પ્રમુખ નું નામ જાહેર કરવાની શક્યતા છે. આ યોજાનારી બેઠકમાં કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ રાહુલ ગાંધી સમક્ષ હાજર રહેશે.

2022 ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી નિવૃત થયા પછી પ્રદેશ પ્રમુખ વરણી ને લઈને કવાયત દેશ થઈ છે.

દિવાળી પહેલાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ નું નામ જાહેર થશે. આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી શર્માએ સંકેત આપ્યા છે. દિલ્હીમાં વન-ટુ-વન બેઠક ચાલી રહી છે.

આગામી સમયમાં જોવું રહ્યું કે, વિપક્ષ નેતા અને પ્રમુખ ની જાહેરાત ક્યારે થશે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આજે દિલ્હીમાં સિનિયર નેતાઓની બેઠક યોજાવાની છે. ત્યારે આજે જ વિપક્ષ નેતા અને પ્રમુખ ની જાહેરાત થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *