સુરતના ONGC બ્રિજ પર એક કન્ટેનર પલટયું, ત્રણ દિવસથી બ્રિજ બંધ, આ ક્રેન લવાય એમ નથી કારણકે..

રાજ્યમાં અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે સુરતમાં સામે આવી એક અકસ્માત ની ઘટના કારણ કે, છેલ્લા ત્રણ દિવસથી બંધ છે આ ઘટનાને કારણે બ્રિજ ના પાયા પણ ડગી ગયા છે.

એક કન્ટેનર આ બ્રિજ પર પલટી માર્યું હતું તેના કારણે બ્રિજ છેલ્લા ત્રણ દિવસથી બંધ કરવામાં આવ્યો છે, હવે ચિંતાની વાત એ છે આ કન્ટેનર નું વજન એટલું વધારે છે કે, તેને હટાવવા માટે હેવી વજનની ક્રેઇન મંગાવી પડે તેમ છે.

પણ હવે બ્રિજ હેવી ક્રેન નું વજન ખમી શકે તેમ નથી. તેથી તંત્રને કંપની પણ મૂંઝવણમાં મૂકાઇ ગયું છે. આ કન્ટેનર કેવી રીતે રસ્તા પરથી ખસેડ્યું મહત્વની વાત છે કે, તંત્ર દ્વારા પણ હજીરાની કંપનીઓને આ કન્ટેનર હટાવવા માટેની નોટિસ આપી છે.

જે કન્ટેનર પલટી મારી ગયું હતું તેમાં 143 ટન નો સામાન મૂકવામાં આવ્યો હતો તેથી બ્રિજને પણ ઘણું નુકસાન થવા પામ્યું છે. કન્ટેનરના કારણે બ્રિજને 50 લાખનું નુકસાન થયું હોવાનું અનુમાન છે તેનું વજન વધારે હોવાથી બ્રિજને છેલ્લા ત્રણ દિવસથી બંધ કરવામાં આવ્યો છે.

શુક્રવારના રોજ આ કન્ટેનર ને કઈ રીતે હટાવવા તે અંગે એક મિટિંગ મળી હતી. આ બાબતે એસવીએનઆઈટી ના નિષ્ણાંતોનું કહેવું છે કે, કન્ટેનર હટી ગયા પછી બ્રિજને રીપેર કરવો પડશે.

જેને કારણે બ્રિજ શરૂ થતાં લાંબો સમય લાગી શકે છે, એટલે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર બ્રીજ પરથી મળ્યા પછી પણ શરૂ થશે નહીં એવું પણ જાણવા મળી રહ્યું છે. આ કન્ટેનર હટાવવા માટે મુંબઈથી વિશેષ ક્રેન મંગાવી પડશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *