કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતનો ખેડૂત સાઈકલ લઈ દિલ્હી જવા રવાના, આ મોટા વ્યક્તિને મળી દર્શાવશે વિરોધ, જાણો.

એક તરફ દિલ્હીમાં છેલ્લા મહિનાઓથી કૃષિ કાયદાનો વિરોધ કરી કેન્દ્ર સરકાર સામે ખેડૂતો મોરચો માંડીને બેઠા છે. ત્યારે ગુજરાતના સુરેન્દ્રનગર જે વિસ્તારમાંથી એક ખેડૂત કૃષિ કાયદા અંગે નારાજગી દર્શાવતા અનોખી રીતે દિલ્હી જઈ રાષ્ટ્રપતિને મળશે. કેન્દ્ર સરકારે નવી કૃષા કાયદાઓની કેટલીક શરતો રદ કરવાના મુદ્દે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે.

ત્યારે ખેડૂત આંદોલનના નેતા રાકેશ ટિકૈટ સહિત આગેવાનો વિરોધ કરી લાંબા સમયથી દિલ્હીની બોર્ડર ઉપર બેઠા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ના ખેડૂત હરેશ પૂજારાએ દિલ્હી સુધી સાયકલ યાત્રા કરી રાષ્ટ્રપતિને મળવાની હામી ભરી છે.

ચોટીલા રાષ્ટ્રપતિને મળીને કૃષિ કાયદાઓ રદ કરવાની માંગણી કરી છે. ચોટીલા થી દિલ્હી સુધીનું અંદાજે 1350 કિલોમીટરનું અંતર કાપી કૃષિ કાયદાનું નવતર વિરોધ કરવા જઈ રહેલા

હરેશ પુજારા 29 સપ્ટેમ્બરે ચોટીલા થી પહોંચી બોર્ડર પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં ઉત્તર પ્રદેશ ના ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે.

પરિણામે કેન્દ્ર સરકાર દુવિધામાં મૂકાઇ ગઇ છે. એક તરફ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને ઉડા સામે સામે છે. તો પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને હરિયાણાના સરકાર વચ્ચે પણ મતભેદ જોવા મળ્યો છે.

કેન્દ્ર સરકારે ખેડૂત આંદોલન સાથે બેઠક ચર્ચા કરી છતાં કોઈ નિર્ણય આવ્યો નથી. ખેડૂત આંદોલનના નેતાઓ હવે આ જ મુદ્દો લઈને કેન્દ્ર સરકાર સામે ઉત્તર પ્રદેશ પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મોરચો માંડવાની પૂર્વ ઘોષણા કરી ચુક્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *