કોંગ્રેસમાં કકળાટ / 20 થી 25 ધારાસભ્યોએ હાઈકમાન્ડને લખ્યો પત્ર, પાર્ટી સાથે ફાડશે છેડો !

વર્ષ 2022 સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જે માટે દરેક રાજકીય પક્ષો દ્વારા જનતા ને રીઝવવા માટેના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. સાથે પક્ષ પલટાનો દોર શરૂ થઇ ગયો છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસના 20 થી 25 ધારાસભ્યોએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી પાસે મળવાનો સમય માંગ્યો છે.

કયા મુદ્દા પર આ ધારાસભ્ય રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માંગે છે. એ વાત ને લઈને સન્માન આતુરતા જોવા મળી છે વિધાનસભા 2022ની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે.

જે વચ્ચે હવે રાજકીય પક્ષોના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ગુજરાતમાં કોંગ્રેસના 20 થી 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધી પાસે મુલાકાત માટે નો સમય માગ્યો છે.

રાહુલ ગાંધીને મળીને વાત કરવા માટે આ ધારાસભ્યોએ ભેગા મળીને પત્ર લખ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ, લલિત વસોયા, લલિત.કગથરા, સી.જે.ચાવડા, બળદેવજી ઠાકોર, રઘુ દેસાઈ, ચંદનજી ઠાકોર સહિતના લોકોએ મળીને પત્ર લખ્યો છે.

કોંગ્રેસના ધારાસભ્યો રાહુલ ગાંધીને મળીને પક્ષ અંગેની વાત કરવા માંગતા હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. આગામી ચૂંટણી જીતવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

અને પોતાની મજબૂત કરવા માટેની રણનીતિ પણ ધડી રહ્યા છે. સાથે સાથે પક્ષ પલટાનો દોર પણ શરૂ થઇ ગયો છે. અનેક દિગ્ગજ નેતાઓ પોતાની પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જઇ રહ્યા છે.

હવે જોવાનું રહ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોણ આવશે. અને જો ભાજપ ફરીથી સરકાર બનાવશે તો મુખ્યમંત્રી તરીકેનો ચહેરો કોણ બનશે તે આવનારો સમય બતાવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *