વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને કોર કમિટીની બેઠક મળી, જાણો શું નિર્ણય લેવામાં આવ્યો.

ગુજરાતમાં આ મહામારીને અસર ધીમી પડતા સ્કૂલો ધીમે ધીમે રાબેતા મુજબ શરૂ કરવામાં આવી રહી છે. હવે વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરણ ૬ થી ૮ના ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો વિચાર કર્યો છે. વિજય રૂપાણીના અદ્યક્ષ સ્થાને સાંજે હાઇ પાવર કમિટીની બેઠક મળશે.

જેમાં કેટલાક અગત્યના નિર્ણય લેવાઈ શકે છે. વાલીના સંમતિ સાથે શાળામાં શિક્ષણ કાર્યમાં જોડાય શકશે.અને વાલીની સંમતિ પત્ર આપવા પડશે.રાજ્યમાં કેટલા શહેરોમાં શાળા શરૂ કરવાની સાથે સાથે આ મહામારી ના કેસો નોંધાવા લાગ્યા છે.

વિદ્યાર્થી પોઝિટિવ આવતા આખી સ્કૂલ બંધ કરાય છે. સુરતમાં કેટલી સ્કૂલમાં ફરી આ આ મહામારીએ એન્ટ્રી કરી છે. લિંબાયત વિસ્તારમાં 10 વિદ્યાર્થી પોઝિટિવ આવતા શાળા માં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે.

અને એવી કેટલીક સ્કૂલોમાં પોઝિટિવ કેસો આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની સાથે સાથે જ આ મહામારી ની ગાઈડલાઈન નું પાલન કરવાનું રહેશે. લાપરવાહીથી કેસોમાં વધારો થઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *