દિલ્હીમાં આજે અમિત શાહની હાજરીમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી, આ બેઠકમાં ગુજરાતના મંત્રીઓ વિશે શું કહ્યું, જાણો.
ભાજપ સરકારના બીજા કાર્યકાળ દરમ્યાન પ્રથમ કેબિનેટ માં ફેરબદલી અને વિસ્તરણમાં ગુજરાતમાંથી આઝાદી બાદ પહેલીવાર સાત સાત સાંસદોને કેન્દ્ર સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં પહેલાથી જ ચાર મંત્રી કેન્દ્રમાં હતા, જેમાં ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ.જયશંકર, પુરુષોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવિયા નો સમાવેશ થાય છે. આમાં ગુજરાતમાંથી વધુ ત્રણ સાંસદોને મંત્રી બનાવવામાં આવ્યા. જેમાં દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડોક્ટર મહેન્દ્ર મુંજપરા નો સમાવેશ થાય છે.
ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ મંત્રીઓ સાથે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ની બેઠક મળી હતી.
આ બેઠક અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા જી ની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યમાંથી કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો નું સ્વાગત કર્યું. તેમજ તેની સાથે ચર્ચા કરી આ નવું મંત્રીમંડળ નરેન્દ્ર મોદીના ભારત સ્વપ્નને સાકાર કરવા માટે કાર્ય કરશે.
ગુજરાતના લોકસભામાં 26માંથી 26 સાંસદ ભાજપના છે. જેમાંથી ગૃહ મંત્રી અમિત શાહ ઉપરાંત દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ અને ડો.મહેન્દ્ર મુંજપરા ને મંત્રી તરીકે સરકારમાં કામ કરવાની તક મળી છે.
ભારત સરકારમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા ૭ સાંસદોને મંત્રી પદ મળ્યું છે. હાલ ગુજરાતમાંથી લોકસભાના 20 માંથી 4 રાજ્યસભામાં ૯ માંથી 3 એમ કુલ 7 સાંસદો કેન્દ્રમાં મંત્રી પદે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!