આ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, ભાવ પહોંચ્યા આટલા હજારને પાર..

આ વખતે શિયાળુ પાક ના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચી ગયા છે આ વખતે માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ ખૂબ જ ઊંચી સપાટીએ બોલી રહ્યા છે. જેને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘઉંના ભાવ આ વર્ષે 2560 રૂપિયાને પાર બોલાઇ રહ્યા છે. આ વર્ષે દરેક પાકોના ભાવ સારા એવા પ્રમાણમાં બોલે રહ્યા છે,

અને માર્કેટયાર્ડમાં પણ મોટા પ્રમાણમાં બધા પાકોની આવક થઈ રહી છે. આ વર્ષે કમોસમી માવઠાને કારણે અનેક પાકોને નુકસાન થયું છે,

પરંતુ તેની સામે કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાથી ખેડૂતોને ખૂબ સારા એવા પ્રમાણમાં ભાવ મળી રહ્યા છે. જેનાથી ખેડુતોને નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે

અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2248 થી લઈને 2560 રૂપિયા બોલાવ્યો છે.

અમરેલીના માર્કેટ યાર્ડ માં ઘઉં નો સરેરાશ ભાવ 2110 થી લઈને મહત્તમ ભાવ 2260 રૂપિયા બોલાય રહ્યો છે. બનાસકાંઠાના માર્કેટયાર્ડમાં ઘઉંના સરેરાશમાં 2147 લઈને 2330 રૂપિયા બોલાય રહ્યો છે.

ગાંધીનગરના માર્કેટમાં ઘઉંનો ભાવ 1975 થી લઈને 2000 રૂપિયા બોલાય રહ્યો છે. પાટણના માર્કેટમાં ઘઉંનો ભાવ 2102 થી લઈને 2255 રૂપિયા બોલાયો છે.

ધોરાજીના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2005 થી લઈને 2115 રૂપિયા બોલાય રહ્યો છે. સુરેન્દ્રનગરના માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવ 2075 થી લઈને 2300 રૂપિયા બોલાય રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *