Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વિશ્વ બજારમાં ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો, જાણો સીંગતેલ અને કપાસિયા તેલ ના નવા ભાવ - GUJJUFAN

વિશ્વ બજારમાં ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો, જાણો સીંગતેલ અને કપાસિયા તેલ ના નવા ભાવ

તાજેતરમાં કેટલાક દિવસથી તોફાની વધઘટ થઇ રહી છે. ગઈકાલે ભાવ ઘટયા બાદ આજે ફરી ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને પામોલીન તેલના ભાવમાં 30 રૂપિયા વધી ગયા છે. વેપારીઓનું કહેવા પ્રમાણે ઇન્ડોનેશિયા નિકાસબંધી કર્યા પછી પામોલિન ના ભાવમાં વધારો થઈ રહ્યો છે. વિશ્વ બજારમાં તેના ભાવ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

પામોલીન તેલ ના ડબ્બા માં ફરી એકવાર 2500 રૂપિયાને પાર પહોંચી ગયા છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ પણ ખૂબ વધારો જોવા મળી રહ્યો છે.

ફરી એકવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો થયો છે. દિવસે-દિવસે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે.

ત્યારે લોકોને આર્થિક સંકટ માં મૂકી ગયા છે. ત્યારે હવે સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા એક મહિનામાં ખાદ્યતેલના ભાવમાં 150 રૃપિયાનો વધારો થયો છે.

જ્યારે સીંગતેલના ડબ્બાનો ભાવ 2680 અને કપાસિયા તેલ ના ડબ્બા નો ભાવ 2660 નોંધાયો છે. સરકાર ખાદ્યતેલના ભાવને અંકુશમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

ખાદ્યતેલમાં વધારો થતા ગૃહિણીઓનું ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે. સિંગતેલના ભાવ વધારો થવાને કારણે હાલ સિઝનમાં લોકોને મોંઘો ભાવ નું તેલ ખરીદવા માં મુશ્કેલી પડી રહી છે. મધ્યમ વર્ગને સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધતા ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *