Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો મોટો વધારો, વધુ એક મોંઘવારી નો ઝટકો - GUJJUFAN

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો મોટો વધારો, વધુ એક મોંઘવારી નો ઝટકો

ઓગસ્ટમાં તહેવારની મોસમ પૂર્ણ થતાની સાથે સીંગતેલના ભાવમાં વધારો થયો છે. ખાદ્ય તેલની બજાર કુલતાની સાથે જ ભાવમાં વધારો થયો છે. સીંગતેલના ડબ્બાનો 2800 થી લઈને 2850 બોલાઈ રહ્યો છે. સિંગતેલના ડબ્બા નો ભાવ રૂપિયા 50 નો વધારો ચેક આવ્યો છે મોટા રાહત ના સમાચાર એ છે કે, પામટેલના ભાવમાં 165 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. રાજકોટના સાતમ આઠમ તહેવાર પૂર્ણ થતાની સાથે જ ભાવમાં ભડાકો થયો છે.

કપાસિયા તેલ સહિત પામેલના ભાવમાં ધરખમ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં તેજી જોવા મળી રહી છે. પામ તેલ માં એક દિવસમાં રૂપિયા 90 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

જ્યારે સીંગતેલ અને કપાસિયા તેલના ડબ્બા ના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. પામતેલ 15 કિલો ડબ્બાનો ભાવ 1990 હતો તેમાં રૂપિયા 90 નો વધારો કરાતા 2080 રૂપિયા ડબ્બાનો ભાવ થઈ ગયો છે.

ગયા હપ્તે ખાદ્ય તેલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે દેશમાં તેમના બજારમાં સરસવ, મગફળી, સોયાબીન, કપાસિયા, પામોલીનના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

વેપારીઓએ જણાવ્યા અનુસાર સસ્તો આયાતને કારણે ગયા અઠવાડિયે તેલીબિયાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આયાતકારોએ તેલ બંદર પર પડેલા અને આયાત ભાવમાં ઘટાડો થતાં તેઓ સસ્તું વેચવા મજબૂર બન્યા છે.

આ સિવાય સનફ્લાવર અને પામોલીન તેલ ની આગામી કિંમત વર્તમાન કિંમત કરતા 20 થી 30 રૂપિયા પ્રતિ કિલો ઓછી હશે. તહેવાર નજીક આવતા સિંગતેલ અને કપાસિયા તેલ સહિત પામ તેલના ભાવમાં વધારો થયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *