સૌરાષ્ટ્રમાં ભાજપ માટે કપરા ચઢાણ, આ દિગ્ગજ નેતાના પતા કપાતા, કોળી, ક્ષત્રિય અને આહિરો..

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ના નવા મંત્રીમંડળમાં આખરે મોવડી મંડળ નું ધાર્યું થયું છે. અને નો રિપીટ થિયરી લાગુ કરી દેવામાં આવી છે. આમાં અનેક દિગ્ગજ નેતા ના નામ કપાયા છે. પરસોતમ સોલંકી અને કુંવરજી બાવળિયાને પડતા મૂકીને તેમના સ્થાને દેવા માલમ આર.સી.મકવાણાને મંત્રીમંડળમાં સમાવાયા છે.

ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 22 થી 25 લાખ વોટબેંક ધરાવતો આહીર સમાજ 10 થી 12 બેઠકો પર નિર્ણાયક બને છે. જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અને રાજુલા વિસ્તારમાં પ્રભાવક સંખ્યા ધરાવતા આહીર સમાજ માંથી વાસણ આહિર અને જવાહર ચાવડા બંને મોટા નેતા છે.

અને આ બંને નો રિપીટ થિયરીમાં કપાઈ ગયા પછી, ભાજપ પાસે હવે સમ ખાવાનું પણ એ કઈ આહીર ધારાસભ્યો નથી.

સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સમાજ જુનાગઢ, અમરેલીને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં નિર્ણય પ્રભુત્વ ધરાવે છે. આ ક્ષત્રિય હતા, તેની સામે હાલ બે જ અને તક મળી છે.

પ્રદિપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સૌરાષ્ટ્ર ક્ષત્રિય સમાજ પર પ્રભાવ ધરાવે છે. હકુભા જાડેજા અંગત લોકપ્રિયતાના જોરે જીવતા સિંહ પરમાર પણ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રભાવશાળી છે.

તેની સામે હાલ કિરીટસિંહ રાણાએ એક જ સૌરાષ્ટ્રના ક્ષત્રિય છે. કાંકરેજના કિર્તીસિંહ વાઘેલા સૌરાષ્ટ્રના ક્ષત્રિયો માટે તદ્દન અજાણ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *