ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરતા સપ્ટેમ્બર મહિનાની આ તારીખે મુશળધાર વરસાદની કરાઈ મોટી સચોટ આગાહી

સમગ્ર ગુજરાતની અંદર અત્યારે બરોબર વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. આજે સવારથી રાજ્યમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, તો 30 તારીખના રોજ મધ્યરાત્રીએ મઘા નક્ષત્ર પૂરું થયું છે. નક્ષત્ર બદલાતા રાજ્યની ઘણી જગ્યાએ તોફાની વરસાદી માહોલ જામશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે ગઈકાલે મોડી રાત્રે 3:00 વાગ્યાની 18 મિનિટે નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે.

ફાલ્ગુની નક્ષત્ર ની અંદર સારો વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ ફાલ્ગુની નશાક અને કુરબાન નક્ષત્ર તરીકે પણ ઓળખાય છે. સારા વરસાદને લઈને ફરી એક વાર મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે.

આગામી 24 કલાક મધ્યમ વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આ વખતે બરાબર નો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ નોંધાયો હતો.

કારણકે છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદી માહોલ રહેશે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ આજે સાંજે ધીમે ધીમે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જાહેર કર્યું છે. અન્ય આઠ જિલ્લાઓમાં હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી અને મહીસાગરમાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *