સમાચાર

ખેડૂતોમાં ખુશીની લહેર : ફરી જામ્યો રાજ્યમાં વરસાદી માહોલ, વાતાવરણમાં પ્રસરી ઠંડક..

રાજ્યમાં લાંબા વિરામ બાદ વરસાદ જામ્યો. ગુજરાતના અમદાવાદ અને વડોદરા સહિત કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ. ભારે ઉકળાટ બાદ હવે વાતાવરણમાં ઠંડક પ્રસરી.વડોદરા, સુરત અને અમદાવાદ સહિત રાજ્યમાં વિવિધ પંથકમાં મેઘરાજાની પધરામણી થઇ તો અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.

અમદાવાદ માં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. અને લોકોને બફારામાં થી છુટકારો મળ્યો. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણ થી ચાર દિવસમાં સામાન્ય થી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

તો જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, કચ્છ અને ગીર સોમનાથ મધ્યમ વરસાદની સંભાવના છે.

જો કે રાજ્યમાં હજી પણ 49 ટકા વરસાદની ઘટ છે. અત્યાર સુધી રાજ્યમાં 10.30 ઈંચ વરસાદ પડ્યો છે. તો અત્યારે સુધીમાં 20 ઈંચ વરસાદ પડવો જોઇએ. તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું.

રાજ્ય માં મધ્યમ વરસાદ પડવાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળે છે.અને ખેડૂતોની ચિંતામાં ઘટાડો થયો છે. ખેડૂતોને ચિંતા હતી કે જો વરસાદ નહીં થાય તો તેમનો પાક નિષ્ફળ જશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *