આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ : ગુજરાતને ગુમરાહ કરવામાં આવી રહ્યું છે…

ગુજરાતમાં આ રૂપાણી સરકાર દ્વારા આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે કે સરકારને ઉજવણી સામે આમ આદમી પાર્ટી દ્વારા સરકાર અને આદિવાસી દિવસ ઉજવવાનો કોઈ હક નથી. અને આદિવાસી વિકાસ અને આ અધિકારીની વાસ્તવિક સ્થિતિ છુપાવી રહી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા હતા ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અર્જુન રાઠવા અને જયેશ ભાઈ સાથે જ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર બે ચૂંટાયેલા નગર સેવક અલ્પેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.

જેમાં છેલ્લા આઠ દિવસથી સરકારી નાણાંનો દુરુપયોગ કરીને ગુજરાત સરકાર પુરા ગુજરાતને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહી છે.વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને ગુજરાત ના અને આદિવાસીઓના ગુમરા કરવાનો અર્થ રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

ગુજરાત સરકાર અને તે પહેલા ભાજપ સરકારે આદિવાસીઓને વિકાસ તો નથી કર્યો પરંતુ તેમનો સર્વોધનિક અધિકારોનું હનન કરવાનું કામ કર્યું છે.

આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની આ રૂપાણી સરકાર તેને શાસનકાળમાં જ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને પાણી જેવી વ્યવસ્થા પુરી પાડવામાં નિષ્ફળ નીવડી છે.

આમ આદમી પાર્ટીના નેતાએ કહ્યું હતું કે આ ભાજપ સરકારને વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનો કોઈ હક નથી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *