આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી આપ્યું મોટું નિવેદન કહ્યું, ભાજપ સરકાર અને નેતાઓ…

હેડ કલાર્ક પરીક્ષા પેપર લીક કૌભાંડ મામલે પોલીસ દ્વારા ખૂબ જ સતર્કતાથી તપાસ કરવામાં આવી રહી છે. અને પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, સાણંદની જે પ્રિન્ટિંગ પ્રેસમાં આપે પર છાપવામાં આવ્યા હતા. તે પ્રિન્ટીંગ પ્રેસ હેડ દ્વારા આ પેપર લીક કરવામાં આવ્યું હતું. આ મામલે અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પ્રિન્ટિંગ પ્રેસના એવા કિશોર આચાર્યએ નવ લાખ રૂપિયામાં આ પેપર મંગેશ નામના એક વ્યક્તિને વેચ્યું હતું. અને ત્યારબાદ આ પેપર એમ્બ્યુલન્સ ચાલક દીપક પટેલ ને આપ્યું હતું,

અને પછી આ પેપર જયેશ પટેલ અને દેવલ પટેલને મળ્યું ત્યારબાદ આ પેપર વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યું. આ પેપર લીક બાબતે આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એક પોસ્ટ કરીને લખ્યું હતું કે,

ફરાર આરોપી માંથી એક આરોપી ચેનલ પર આવીને કહે છે કે, મારી ઉપર પણ મોટા માથા છે અને લાખો રૂપિયામાં પેપર વેચ્યું છે.

તો પણ પોલીસ મોટા માથા ને પકડી નથી શકતી કે, પછી પકડવા માંગતી નથી. ગુજરાતના યુવાનોના સપના પાટીલ ભાઊની સરકારે વિદ્યાર્થીના સપના રોળી નાખ્યા, જ્યાં સુધી ભાજપની સરકાર ત્યાં સુધી પેપર ફૂટશે માટે જાગો.

ઇશુંદાન ગઢવી એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, મોટા માથા વગર પેપર ફૂટયું શક્ય નથી. પેપર કઈ રીતે ફૂટી શકે અને આ કોઈ પહેલી વખત પેપર ફૂટયું નથી.

બિન સચિવાલય પેપર લીક થયું હતું. સેવિકા નું પેપર ફૂટયું. આમાંથી કયું મોટું માથું પકડાયું, કોઈ માથું નથી પકડાતું અને આ મોટું માથું નથી પકડાતું, એટલે આ માટે આ વારંવાર થાય છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *