ધાનેરાના ધાખા ગામે આમ આદમી પાર્ટીની જનસંવેદના સભા યોજાઈ

ધાનેરા તાલુકાના આખા તે આમ આદમી પાર્ટીના નેતા ઈશ્વરદાન ભાઈ ગઢવી ના અધ્યક્ષ સ્થાને જ સંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ મહામારીમાં સ્વજનોને ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ત્યારબાદ સભા સંબોધન કરતા ગુજરાત રાજ્યના આપ પાર્ટીના નેતા ઇસદાન ભાઈ ગઢવી, વિજય સુવાળા બનાસકાંઠા પ્રમુખ રમેશભાઇ પટેલ ધાનેરા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મંગલ સિંહ રાજપૂત, ઉપપ્રમુખ અજમલભાઈ પટેલ, ઉપાધ્યાય સાગરભાઇ દેસાઈ સહિતના લોકો કાર્યક્રમમાં જોડાયા હતા.

આપની સભામાં ઘણા લોકોએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો.

તેમજ ભાજપ અને કોંગ્રેસને વિકાસ અને મોંઘવારી બાબતે આડે હાથ લેતા કહ્યું હતું કે, સરકાર બનશે તો કેનાલ નો મુદ્દો તાત્કાલિક હલ કરવાની ખાતરી આપી હતી. આમ આદમી પાર્ટી મજબૂત બને તેવા સંકેત સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીમાં લોકો દિવસેને દિવસે જોડાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીના લોકો કમર કસીને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, તેને જોઈને વિપક્ષ પાર્ટીઓએ પણ પોતાની તૈયારી શરૂ કરી દીધી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *