સમાચાર

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ને જામીન મળ્યા બાદ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે…

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ફરી એક વખત રાજકીય રીતે ચર્ચાનો વિષય બની ગયા છે. સાથે તેઓ અગાઉ આપેલા નિવેદનને કારણે ઘણા લોકો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ગોપાલ ઇટાલીયા એ પક્ષને લઈને ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. ગઈકાલે મહેસાણા જિલ્લામાં તેમની પોલીસ દ્વારા જૂના કેસમાં લીધે અટકાયત કરવામાં આવી હતી.

ત્યારે તેમને ધરપકડ અંગે કહ્યું હતું કે, મારો એટલો જ પ્રશ્ન છે કે જ્યારે મને પકડવા માટે આવ્યા ત્યારે ઓછામાં ઓછા 30 કરતાં પણ વધારે પોલિસ મિત્રો મારી સાથે હતા, ત્યારે ગોપાલ ઇટાલીયા એ કહ્યું કે, અહીંયા ઘણા મારા પોલિસ મિત્રો પણ છે.

આટલી સરકારી સિસ્ટમ અને વ્યવસ્થા છે, એ જનતા માટે વાપરવામાં આવી હોત તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી લાવવાની જરૂર ન પડે, સાથે તેમને કહ્યું કે, જે કરવું છે એ કરો તો આ બધું નહીં કરવું પડે.

બાકી જો આગામી સમય આવું ને આવું ચાલુ રાખશો તો આગામી વિધાનસભાની ચૂંટણી 2022માં ઘરભેગા થઇ જશો, અને કોઈને ખબર પણ નહિ પડે કે કેવી રીતે ઘર ભેગા થઈ ગયા ? અત્યારે ગુજરાતમાં ભાજપ સરકારના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, તેને લઈને તેઓ ઉજવણી કરી રહ્યા છે.

તો બીજી તરફ આદમી પાર્ટી અને કોંગ્રેસ ના અન્ય નવા મુદ્દાઓ ઉઠાવીને વિરોધ કરી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *