AAP : આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લામાં કલેકટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું, જાણો

મોરબી જિલ્લામાં આવતા ગામમાં સિંચાઈ માટે પાણી છોડવા માટે મોરબી જિલ્લામાં આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના આ પ્રમુખ યોગેશભાઈ રંગપડીળી, મહામંત્રી શ્રી જશવંતભાઈ કગથરા, મોરબી તાલુકા પ્રમુખ પ્રફુલભાઇ હોથી, પાર્ટી કાર્યકર પંકજભાઈ આદ્રોજા, સમીરભાઈ કાલાવડીયા, માળિયા તાલુકા પ્રમુખ પિયુષભાઈ વિઠ્ઠલાપરા તેમજ બ્રિજેશભાઈ પટેલ તેમજ તાલુકાના ખેડૂત આગેવાનો હાજર રહ્યા હતા.

હળવદ તાલુકાના પંચાસર ગામના સરપંચ જેસીંગભાઇ વેલાભાઇ વિઠ્ઠલ પરા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા તેમજ તેમનું સ્વાગત મોરબી જિલ્લાના પ્રમુખ યોગેશભાઈ રંગપડિયા સાથેના અને કાર્યકર્તાઓએ કર્યું હતું.

મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તે આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં આવતા ગામોમાં સિંચાઇ માટે તાકીદે પાણી છોડવા માટે મોરબી જિલ્લાના આમ આદમી પાર્ટી દ્વારા નિવેદન કરવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળે તે માટેની માંગ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે. લોકો આ પાર્ટી પ્રત્યે આકર્ષિત બની રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *