સમાચાર

AAP : સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ખોવાયા હોવાના બેનરો લગાવાયા, કોર્પોરેટર ને પૂછતા કહ્યું કે..

સુરત મહાનગરપાલિકા આમ આદમી ને વિપક્ષનું સ્થાન મળ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટરો ચૂંટાયને બીજા દિવસથી જ લોકોની સમસ્યા દૂર કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત બની રહી છે. આમ આદમી પાર્ટીને લોકો નો સાથ મળી રહ્યો છે, પણ હજુ કેટલા કોર્પોરેટરે લોકોની સમસ્યા દૂર કરવાના પ્રયાસ ન કરતાં સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે.

સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવતા કોર્પોરેટર ખોવાયા છે તેવા બેનરો લગાવાયા છે. કોર્પોરેટર ભાવના સોલંકી અને અલ્પેશ પટેલ નો ફોટો લગાવવામાં આવ્યું છે, અને નીચે લખવામાં આવ્યું છે કે, આ કોર્પોરેટર મળે તો ઉમરા વેલંજા વિસ્તારમાં મોકલજો. આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના બોર્ડ નંબર 2 ના કોર્પોરેટર અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, અમે ચૂંટાયા પછી આ વિસ્તારની આઠથી દસ જેટલી સોસાયટીઓ ની મુલાકાત કરી છે.

આ બેનરમાં લખવામાં આવ્યુ છે કે, કોર્પોરેટર ખોવાયેલા છે તેનો મતલબ એવો છે કે, અમે દિવસના સોસાયટી કે લોકોની મુલાકાત જઈએ તો લોકો અમને મળતા નથી. અને અમારે રાત્રે મીટીંગ ને એ બધું હોવાથી અમે લોકોને મળી શકતા નથી.

તેથી લોકો રોષે ભરાય ને આવી રીતે બેનર લગાવ્યા હશે, પણ અમે આ બાબતે વધારે એક્ટિવ થશું. આગામી દિવસોમાં અમે લોકો ની એક ટીમ બનાવીશું અને ત્યાં મોકલીશું.

તેમની સમસ્યાને સાંભળીને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. ઉમરા વિસ્તાર નો મુખ્ય પ્રશ્ન ગટર લાઈન છે, જે તે સમયે બિલ્ડરોએ પંચાયત સાથે મેળ આપણી કરીને ગટર કનેકશન વગર ઉભા કરી દીધા છે.

આ બાબતે ડેવલોપર ઓને નોટિસ પણ આપવામાં આવી છે. સાથે જ લેખિતમાં અમે તંત્ર ને રજૂઆત પણ કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *