AAP ને મળ્યો ઝટકો, આ નેતા સહિત કેટલાક કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં..
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી ના ખેલ હવે શરૂ થઈ ગયા છે. આ વખતે ભાજપ સાથે મુખ્ય હરીફ તરીકે મનાવી રહેલી આમ આદમી પાર્ટીમાં ભાજપે ગાબડું પડયું છે. સુરત આમ આદમી પાર્ટીના બટુકભાઈ વરોતરિયા, નિતીન ઠુંમર, મેહુલ તેજાણી, ભાવેશ દેસાઇ સહિતના 50થી વધુ કાર્યકર્તાઓ ભાજપનો ખેસ ધારણ કર્યું.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજરીમાં આમ આદમી પાર્ટીના 50થી વધારે કાર્યકર્તાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.આમ આદમી પાર્ટી ભાજપના કેટલાય માથાઓને આપમાં ભેળવી ચૂક્યું છે.
ત્યારે ભાજપ સુરત આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડી રહ્યું છે. સીઆર પાટીલે આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકર્તાઓને ભાજપમાં સ્વાગત કર્યું છે, અને કહ્યું છે કે, શિક્ષણની વાત કરતા લાલચ આપીને તેમને જોડવામાં આવ્યા હતા.
આજે આપના જે કાર્યકર્તાઓ ભાજપમાં આવ્યા છે, તે તેમના ભવિષ્ય અને દેશનું સારું કરવા ભાજપ માં આવ્યા છે.દક્ષિણ ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાઈ રહ્યું છે.
તાલુકા પંચાયત જૂનાગઢમાં AAP માંથી જીત્યા બાદ હવે ભાજપમાં કાર્યકર્તા જોડાઈ રહ્યા છે.આવનારા દિવસોમાં મોટાપાયે ભાજપમાંથી આપ અને આપ માંથી ભાજપમાં હેરાફેરી થવાના સંકેત છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!