સમાચાર

AAP લડી લેવાના મૂડમાં : આ તારીખ સુધી ભાજપ વિરોધી દિવસ તરીકે કરશે ઉજવણી, જાણો.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે લડી લેવાના મુડમાં હોય તેમ લાગી રહ્યું છે. ભાજપ સાથે ટક્કર માટે હવે એક અનોખા કાર્યક્રમ જાહેરાત કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં ભાજપ દ્વારા જેટલા પણ દિવસોની ઉજવણી કરવામાં આવશે તેટલા દિવસોમાં આમ આદમી પાર્ટીના વિવિધ આગેવાનો દ્વારા સંબંધિત તથ્યો રજૂ કરતો કાર્યક્રમ કરવામાં આવશે.

આ મામલે અમદાવાદ ખાતે આપની પ્રેસ મિટિંગ યોજાઈ હતી. તેમાં આપના પ્રમુખ ગોપાલ ઇટાલીયા એ કહ્યું હતું કે, છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ સરકાર નિષ્ફળ રહી છે. વર્ષોથી ગુજરાતની જનતાએ વિકલ્પના અભાવે ભાજપને વોટ આપી વિજયી બનાવી છે.

ભાજપે પાંચ વર્ષ પૂર્ણ થયાના કાર્યક્રમ જાહેર કર્યો છે. તેની સામે આમ આદમી પાર્ટી એ તેના સમકક્ષ કાર્યક્રમ રાખેલ છે. ઈટાલીયા જણાવ્યું હતું કે, ભાજપે તો ખરેખર 25 વર્ષ નિષ્ફળ થવાની લીધે માફી માગવી જોઈએ.

APP ના કાર્યક્રમો

1 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટી જ્ઞાન દિવસના જગ્યાએ અજ્ઞાન દિવસ ઊજવશે

૪ ઓગસ્ટના રોજ નારી ગૌરવ દિવસ ઉજવવાનું છે, ત્યારે આમ આદમી પાર્ટી નારીઓને થયેલ અન્યાય અને ઉજગાર કરશે

5 ઓગસ્ટના રોજ કિસાન દિવસ ઉજવાશે ત્યારે આપ પાર્ટી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપશે વધુ તેમજ ખેડૂતોને થયેલ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવશે

6 ઓગસ્ટના રોજ રોજગાર દિવસ તરીકે ઉજવાશે તેને બદલે આમ આદમી પાર્ટી યુવાનો સાથે થયેલા અન્ય નો કાર્યક્રમ રાખશે

7 ઓગસ્ટના રોજ વિકાસ દિવસ તરીકે ઉજવાશે તેના બદલે આમ પાર્ટી લોકો મહામારીમાં પાયમાલ થઈ ગયા છે તેની અધોગતિ દિવસ તરીકે ઉજગાર કરશે

૮ ઓગસ્ટના રોજ ભાજપ શહેરીજન સુખકારી ઉજવશે તેને બદલે આમ આદમી પાર્ટી ગામડામાં ગટરના પ્રોબ્લેમ તૂટેલા રસ્તા અને વિવિધ તકલીફો બતાવશે

૯ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઊજવશે ત્યારે અમે આદિવાસી સમાજને થયેલ નુકસાન ઉજાગર કરશે અને સોશિયલ મીડિયામાં પ્રદર્શન કરશે તેમ જ ગ્રાઉન્ડ લેવલ પણ પ્રદર્શન યોજાશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *