રાજ્યમાં 2022 ની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરેક પક્ષ પોતપોતાની રીતે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહામારી ના કેસ ઓછા થતા ભાજપે જ આશિર્વાદ યાત્રા શરૂ કરી છે. આજે આમ આદમી પાર્ટી પત્ર એ પત્રકાર પરિષદ કરી હતી.
આ પત્રકાર પરિષદમાં ઇશુદાન ગઢવી, પ્રવિણ રામ, નિખિલ સવાણી, સોરઠીયા હાજર રહ્યા હતા. ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે સવાલ ઊભા કર્યા હતા કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી ભાજપ સરકાર છે.
મહામારીની બીજી લહેર માં ભાજપ સરકાર મહામારીમાં લોકોને ઓક્સિજન બેડ આપી નથી. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનેક લોકો મહામારી ના સમયમાં ભાજપના નેતા અત્યારે યાત્રા કરવા નીકળ્યા છે, મહામારીની બીજી લહેર માં ખરાબ પરિસ્થિતિ હતી.
મોંઘવારી પેટ્રોલ-ડીઝલના ભાવ ખેડૂત ની સમસ્યા વગેરે અત્યારે જોવા મળી રહી છે. લોકોને દિવસેને દિવસે મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ઇશુદાન ગઢવી એ માંગ કરી હતી કે, દિલ્હીની જેમ ગુજરાતમાં મહામારીમાં મૃત્યુ પામેલ લોકોને એક લાખ રૂપિયા આપવામાં આવે.
યાત્રા કાઢવામાં પોસ્ટરો, બેનરો પાછળ લાખો ખર્ચ કરવાની જગ્યાએ મહામારી માં ગયેલા લોકો પાછળ પૈસા આપવામાં આવે જ આશિર્વાદ યાત્રા લોકોની ભીડ ભેગી કરવામાં આવે છે.
ભાજપની જોન આશીર્વાદ યાત્રાને લઈને આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એ ભાજપ સરકાર પર કટાક્ષ કર્યો હતો, અને આરોપ લગાવ્યા હતા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!