ભાજપના શાસકોના આ કાર્ય વિરુદ્ધ, આપ નેતા ઈશુદાન ગઢવી એ ઉઠાવ્યો અવાજ, અમે કાર્યવાહી કરીશું !

બે દિવસ પહેલાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટી ની આસપાસ જાહેર માર્ગો ઉપર દબાણ દૂર કરવાની કામગીરી સુરત કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. બીજા દિવસે જ રોડની વચ્ચે આવેલ રામદેવપીર મંદિર ને દૂર કરવામાં આવ્યું હતું, જેથી પૂજારી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયા હતા.

હવે મંદિરના સમર્થનમાં આમ આદમી પાર્ટી ઉતરી છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી જણાવ્યું હતું કે, સુરતમાં ભાજપ સરકાર દ્વારા આપ પાવન પર્વ ના સમયમાં મંદિર તોડવાનું જે કામ કર્યું છે, એને જોઈને અમે ખૂબ દુઃખી છીએ.

રામાપીર મંદિર અને ગણેશ પંડાલ જેવા અમારા વારસાગત અને પૂજનીય સ્થળોને તોડી પાડવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ને વિનંતી કરીએ છીએ કે, મંદિરનું પુનઃનિર્માણ એ જગ્યા પર કરવામાં આવે.

આવી રીતે અચાનક અમારા દેશમાં મંદિરોને તોડી નાખવામાં આવે આપણી સંસ્કૃતિને આમ આદમી પાર્ટી ક્યારે સ્વીકારતી નથી. અમે આ મુદ્દા ઉપર ચોક્કસ કાર્યવાહી કરીશું.

મંદિરના ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ એ વિરોધ નોંધાવ્યો હતો.

માત્ર ત્રણ દિવસની શોર્ટ નોટિસમાં આ પ્રકારે મંદિરનું ડીમોલેશન કરવું વ્યાજબી ન હોવાની વાત હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાએ કરી હતી.

વિરોધ કરવા ગયેલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના ચાર જેટલા કાર્યકર્તાઓને ડીટેન કર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદના સુરતના મંત્રી કમલેશ જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા મંદિરના ડિમોલિશનની કામગીરી અને વખોડીએ છીએ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *