આપ નેતા ઇસુદાન ગઢવીનાં ભાજપ પર પ્રહાર, રૂપાણી સરકારને આડે હાથે લેતા કહ્યું કે..
મહામારી દરમિયાન ગુજરાતમાં અનાથ બનેલા બાળકો માટે રૂપાણી સરકારે વિશેષ સહાય સ્કીમ શરૂ કરી હતી. પરંતુ ત્રણ મહિનામાં જ આ યોજના બંધ કરી દેવાની જાહેરાત કરાઈ છે. જો કે આ અંગે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતાં જ રૂપાણી સરકાર સામે આમ આદમી પાર્ટીએ પ્રહાર કર્યા છે. આમ આદમી પાર્ટીના નેતા ઇશ્વરદાન ગઢવી એ રૂપાણી સરકાર પર આક્ષેપ કર્યા છે.
ઈશુદાન ગઢવી કરીને લખ્યું છે કે, મહામારીની બેદરકારી ઓની વિજય રૂપાણી સરકારની પોલ ખુલી રહી છે. ભ્રષ્ટ ભાજપ ગુજરાત સરકારની બેદરકારીને લીધે અનેક લોકો મહામારીમાં જીવ ગુમાવ્યા છે.
અને સરકાર આંકડા છૂપાવવામાં વ્યસ્ત છે, પરંતુ તેનાથી વધુ દુઃખની વાત એ છે કે મૃતકોના સ્વજનો ને આ ભ્રષ્ટાચારના ભોગ બનવું પડી રહ્યું છે. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એ ભાજપ સરકાર પર આકરા પ્રહારો અને આક્ષેપો કર્યા છે.
મહામારી ના સમયે જે વિશેષ સહાય અને સ્કીમ શરૂ કરી હતી. તે વિજય રૂપાણી સરકાર દ્વારા યોજનાને બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે આ વાત માં ચર્ચાએ વેગ પકડ્યો છે,
અને તેને લઈને આવી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવી એ મોટું નિવેદન પણ આપ્યું છે. અને તેને જણાવ્યું કે, ભાજપ સરકારને કારણે આજે લોકોને ઘણું સહન કરવું પડે છે.
આમ આદમી પાર્ટીએ દિવસેને દિવસે લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. અને સંવેદના કાર્યક્રમ યોજીને લોકોને આકર્ષવાના પ્રયત્નો કરી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!