આપ નેતા મહેશ સવાણીનું નિવેદન, ભાજપના ડરના લીધે લોકો…

ગુજરાત સમાજ ની પાર્ટી ના આગેવાન મહેશ સવાણી મોરબી આવ્યા હતા, ત્યારે જિલ્લા કાર્યક્રમનું તેમને ઉદ્ઘાટન કર્યું હતું. અને બાદમાં પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં 90 ટકા લોકો આમ આદમી પાર્ટી સાથે છે જોકે તે લોકો ભાજપના ડરના લીધે સામે આવતા નથી. કેમ કે, ભાજપ દ્વારા તેઓને નુકસાન કરવામાં આવે છે.

અવની ચોકડી પાસે પાટીદાર શોપિંગ સેન્ટરમાં આમ આદમી પાર્ટીના આગેવાનો મહેશ સવાણીના હસ્તે જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ઇન્દ્રપ્રષ્થ પાર્ટી પ્લોટ રવાપર ધુનડા રોડ મોરબી ખાતે જિલ્લાના આપના કાર્યકરો સાથે મુલાકાત કરવામાં આવી હતી. ત્યારે જુદા જુદા ગામના આગેવાનો અને સરપંચ સહિતના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

જો કે મોરબી જિલ્લાના પ્રમુખ યોગેશ રંગપરીયા સહિતના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા.મહેશભાઈ સવાણી જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતના જુદા જુદા જિલ્લા અને તાલુકાના લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.

જે લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જે રાજકારણ કરવા માટે નહીં પરંતુ લોકોની સેવા અને સુવિધાઓ આપવા સાથે જોડાયેલા છે. આજે ખેડૂતો વેપારીઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિતના તમામ લોકો હેરાન થાય છે.

ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી નંબર વન પાર્ટી હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, અને જણાવ્યું હતું કે ગુજરાતમાં 90 ટકાથી વધુ લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયેલા છે, કેમકે એ પાર્ટી લોકોની સેવા કરશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *