AAP નેતા મહેશ સવાણી નું નિવેદન : મુખ્યમંત્રીએ જાહેરમાં જણાવવું જોઈએ કે ગુજરાત માથે…
ગુજરાતની વર્તમાન સરકારના કાર્યકાળના પાંચ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે ભાજપ દ્વારા રાજ્યમાં વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ ભાજપ દ્વારા વિકાસ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. જેની સામે આમ આદમી પાર્ટી અધોગતિ દિવસ મનાવીને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.
આ સંદર્ભે સુરતના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણીએ ભાજપ ગુજરાત રાજ્યમાં કેવી અધોગતિ આદરી કોનો વિકાસ કર્યો, અને કેવો વિકાસ કર્યો તે મુદ્દે આંકડાકીય માહિતી રજૂ કરી ભાજપને આડે હાથ લીધી હતી.
આમ આદમી પાર્ટી દ્વારા હવે યોજાયેલી પત્રકાર પરિષદમાં આપ નેતા મહેશ સવાણીએ સરકારની કાર્યશૈલી ઉપર પ્રશ્નાર્થો ઉભા કર્યા હતા. મહેશ સવાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર જો ઉજવણી કરી રહી હોય તો તેમને અભિનંદન છે.
પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક વખત મંચ ઉપરથી જાહેરમાં બોલવું જોઈએ કે, આજે ગુજરાત નું દેવું કેટલું છે.મહેશ સવાણીએ કહ્યું હતું કે, રાજ્ય સરકારે પ્રગતિ તો કરી છે જે અમે માનીએ છીએ.
અને એ વિકાસ રાજ્યને અંદાજે ત્રણ લાખ દસ હજાર કરોડના દેવા મા ડૂબાડવાનો છે. આજે ગુજરાતમાં જે બાળક જન્મે છે, તે 46,000 ના દેવા સાથે જન્મે છે જે રાજય સરકારની દેલ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!