AAP નેતા સાગર રબારીએ ખેડૂતના પ્રશ્નને લઈને, ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે..

રાજ્યમાં વર્ષ 2022 ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આમ આદમી પાર્ટીએ શરૂ કરી છે, અત્યારે આમ આદમી પાર્ટીમાં ભરતી અભિયાન એટલે કે, લોકોને પાર્ટી સાથે જોડવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના ખેડૂત નેતા એવા ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારી આમ આદમી પાર્ટીમાં થોડા દિવસ પહેલાં જોડાયા હતા. ત્યારે આપ નેતા સાગર રબારી નું નિવેદન સામે આવ્યું છે.

ગુજરાતના ગામડા ના ખેડૂત પશુપાલન અને ખેત મજૂરી ની હાલત ચિંતાજનક છે. સરકાર પોતાના મુખે સંવેદનશીલ હોવાની વાત કરે છે, પણ સરકાર અસંવેદનશીલ છે. સરકારની સંવેદના ને ઢઢોળવા આમ આદમી પાર્ટી કાર્યક્રમ આપશે.

તેના દ્વારા ખેડૂતોને લઇને માંગ કરવામાં આવી છે, જે ખેડૂતોના ખેતર સર્વે કરાવીને હેક્ટરદીઠ રોકડ રકમ ચૂકવવામાં અને તેમની રકમમાં ભાવ વધારાને ધ્યાનમાં રાખી વધારા કરવા માટે માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના હેઠળ એસડીઆરએફ ના ધોરણે જ સર્વે કરી, જે ખેડૂતોને નુકસાન થયું હોય એ પ્રમાણે ભાવ વધારાને ધ્યાનમાં રાખી વળતર ચૂકવવા પણ જણાવ્યું છે.

ગામ માટે પીવાના પાણીની વ્યવસ્થા નિશ્ચિત કરવા અને ગામનું કોઈ પરિવાર રાશનકાર્ડના ધરાવતું હોય, છતાં સસ્તા અનાજની દુકાનેથી ખરીદવા માંગતો હોય તો તમારા માટે પૂરતા અનાજ ની જોગવાઈ કરવા માટે પણ માંગ કરવામાં આવી હતી.

જો કે, આગળ સાગર રબારીએ જણાવ્યું હતું કે, ખેડૂતોએ અને લોકોએ પણ મને મારી લાયકાત કરતાં વધુ પ્રેમ આપ્યો છે. તમામ લોકોની પીડા છે અને તેની સાથે હું મારા મિત્રો મારી સાથે રહેશે. અને બંને વિકલ્પ આપ્યા છે જેમાં રાજકારણમાં આવવા માંગતા હોય તો મદદ કરીશ અને બહારથી પણ જો જોડાવા માંગતા હોય તો હું સાથ આપીશ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *