આપના નેતા ઈશુદાન ગઢવી અને મહેશ સવાણીએ ભાજપ પર પ્રહાર કરતા, કહ્યું કે…

ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીનો જનવેદના મુલાકાત કાર્યક્રમ આત્મીય સંસ્કારધામ હોલ ખાતે યોજાયો હતો. આપના નેતા ઈશુદાન ગઢવી એ આપનો એક એક કાર્યકર ભાજપના હજાર કાર્યકર બરાબર હોવાનો હુંકાર કર્યો હતો. આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે.

એવી રાજકીય પાર્ટીઓ મેદાનમાં ઉતરી ચૂકી છે. ભાજપે પણ આશીર્વાદ યાત્રા, કોંગ્રેસ ન્યાય યાત્રા અને આમ આદમી પાર્ટીએ જનવેદના મુલાકાત યાત્રાનું કાર્યક્રમ શરૂ કર્યો છે.

છેલ્લા બે દિવસથી ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કર્યા બાદ આજે આપની જનવેદના મુલાકાત યાત્રા ભરૂચ આવી પહોંચતા કોલેજ રોડ પર આવેલ આત્મીય સંસ્કારધામ ખાતે સંમેલન યોજાયું હતું.

જેમાં પ્રદેશપ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી, મહેશભાઈ સવાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઈશુદાન ગઢવી એ ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા કે, બંનેની મિલીભગતના કારણે પ્રજા નો પ્રશ્ન હલ આવતા નથી.

મહામારી અસરગ્રસ્ત પરિવારની સંવેદનાને વાચા આપવા આયોજન કર્યું, તેથી બંને પક્ષોએ પણ આયોજન કરવાની ફરજ પડી. સરકાર મહામારીમાં મૃત્યુ પામેલા આંકડાઓ છુપાવે છે.

જે સર્વે કરી બહાર પાડી સહાય માટે સરકારને દબાણ કરાશે તેમ કહ્યું હતું. તેઓએ ભાજપના હજાર કાર્યકર બરાબર એક આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનો પણ હુંકાર કર્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *