AAP : અરવલ્લીમાં ગોપાલ ઇટાલીયા અને ઇસુદાન ગઢવી ની હાજરીમાં 300થી વધુ યુવાનો આપમાં જોડાયા.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફથી લોકપ્રિયતા જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી તરફથી એક જુવાળ જોવા મળ્યો છે. જેમાં યુવાનો સામાજિક કાર્યકર્તા તેમજ બિનરાજકીય યુવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. આમ આદમી પાર્ટીની જનવેદના યાત્રા મોડાસા શહેરમાં પહોંચી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા, ઇસુદાનભાઈ ગઢવી સહિતના અગ્રણીઓએ સભા સંબોધી હતી.

જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. આમ આદમી પાર્ટી તરફ યુવાવર્ગનું જોક વધુ હોવાથી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ માટે મુશ્કેલી વધી રહી હોય તેવું લાગે છે.

પણ સંવેદના યાત્રા અંતર્ગત મહામારીમાં જીવ ગુમાવનાર ને શ્રદ્ધાંજલિ આપી હતી અને આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આપની સરકાર બનશે, તો મૃત્યુ પામેલા લોકો ના સ્વજનોને 50000 સહાય ચૂકવવામાં આવશે, તેવી જાહેરાત કરી હતી.

આમ આદમી પાર્ટી જનવેદના કાર્યક્રમ હેઠળ સંગઠન મજબૂત કરવા માટે ગ્રામ્ય વિસ્તારને ખુંદી રહી છે.મોડાસા સાકરીયા નજીક આવેલી એક હોટલમાં આમ આદમી પાર્ટીનો જનવેદના કાર્યક્રમ અંતર્ગત આપ પાર્ટીના નેતાઓએ સભા સંબોધી હતી જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટ્યા હતા.

મોડાસા શહેરના આમ આદમી પાર્ટીના યુવા કાર્યકર્તા દેવેશ એન્જિનિયર ના ઘરે મુલાકાત લઇ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા ચર્ચા કરી હતી. આમ આદમી પાર્ટીના જિલ્લા અગ્રણી ઉસ્માન લાલાએ જિલ્લામાં સંવેદના યાત્રાને ભારે આવકાર મળી રહ્યો હોવાનું જણાવ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *