આપ નો જન સવેદના કાર્યક્રમ : ઇશ્વરદાન ગઢવી સહિતના નેતાઓ પહોંચ્યા આશાપુરા માતાના મઢ અને લીધા આશીર્વાદ
ભુજ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનો વર્ચસ્વ જમાવવા માટે પુરી જોરશોરથી તૈયારી કરી રહી છે.તાજેતરમાં જ આમ આદમી પાર્ટી ગુજરાત ના પત્રકાર ઈશુદાન ગઢવી જોડાયા બાદ પાર્ટીમાં બળ વધ્યું છે.
જેમાં યુવાનો સામાજિક કાર્યકરો તેમજ બિનરાજકીય યુવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. અને દિવસે ને દિવસે સંખ્યા વધી રહી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા ઈશુદાન ગઢવી મહેશ સવાણી અને પ્રવિણ રામ ગામડે ગામડે જઈને લોકોના પ્રશ્નનો સાંભળી રહ્યા છે. અને ગામડા નો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગામડે ગામડે આ જન સંવેદના મુલાકાત આમદની પાર્ટી ના કાર્યકર્તાઓ કરી રહ્યા છે.
આ કાર્યક્રમ અંતર્ગત આજે આમ આદમી પાર્ટીના નેતા ઇશ્વરદાન ગઢવી તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલ નિખિલ સવાણી સહિતની ટીમ લખપત તાલુકામાં આવેલ દેશ દેવી માં આશાપુરા ના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. અને ત્યાં આશાપુરા માતાના મઢ ના દર્શન કરી તેના આશીર્વાદ લીધા હતા.
ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓએ લખપત તાલુકા ના જુદા જુદા ગામડા મા જન સંવેદના મુલાકાત કરી હતી. આ દરમિયાન ઈશુદાન ગઢવી ના હાથે કેટલાક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાજપ યુવા મોરચાના નેતા સહિતના ૫૦થી વધુ આગેવાનો જોડાયા હતા.
આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને આમ આદમી પાર્ટીના નેતાઓ લોકોની વચ્ચે જઈ ને લોકોની વાતો સાંભળી રહ્યા છે. જેનો લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!