Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
AAP એ કહ્યું - સરકારી કામ માટે લોકોને કલાક લાઈનમાં ઉભુ રહેવું પડે છે, BJP એ કહ્યું મફત જોઈએ તો... - GUJJUFAN

AAP એ કહ્યું – સરકારી કામ માટે લોકોને કલાક લાઈનમાં ઉભુ રહેવું પડે છે, BJP એ કહ્યું મફત જોઈએ તો…

સુરત મહાનગર પાલિકાની સામાન્ય સભામાં બેઠક મળી હતી. ત્યારે આ સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે બફાટ કર્યો હતો. સામાન્ય સભામાં સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પૂર્ણિમા દાવલે એ જણાવ્યું હતું કે, લોકોને પાલિકા તથા રાજ્ય સરકારની તમામ સેવાઓ એક જગ્યા પરથી મળી શકે એટલા માટે બીજી ઓગસ્ટ થી સેવા સેતુ શરૂ કરવામાં આવશે અને આ સેવા સેતુ નો લાભ અનેક લોકો લઇ શકશે.

સુરત મહા માસની પાર્ટીના કોર્પોરેટરની ફરિયાદ હતી કે આવકના દાખલા અને આધારકાર્ડ માટે લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. સરકારી યોજનાનો લાભ લેવા માટે લોકોને હાલાકી ભોગવવી પડે છે, અને સાથે-સાથે મુશ્કેલીઓ ઉભી થાય છે

ત્યારે આ બાબતે ભાજપના કોર્પોરેટરે કહ્યું હતું કે, સુવિધાનો લાભ લેવો હોય તો થોડીક તકલીફો તો સહન કરવી જ પડશે. જેને મફતમાં લેવાની આદત પડી હોય તેવા લોકો ગમે ત્યાં ઊભા રહી જાય.

ભાજપના કોર્પોરેટરે આ નિવેદન આપતાં સામાન્ય સભામાં હોબાળો મચી ગયો હતો, અને લોકોએ ઉથલપાથલ મચાવી હતી.

આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાની મળેલી સામાન્ય બેઠકમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટ વચ્ચે ફાયર વિભાગની ભરતી, સુમન શાળા ના વર્ગો અને વેક્સિન ને લઈને શાબ્દિક બોલાચાલી થઇ હતી.

આમ આદમી પાર્ટીના કનુ ગેડીયા એ સામાન્ય સભામાં સુરતમાં 10,000 વસ્તી દીઠ ડોક્ટર, નર્સ અને સહાય સ્ટાફ અને લેબોરેટરી વ્યવસ્થા ઊભી કરવા ના દસ્તાવેજ રજૂ કર્યા હતા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *