ગુજરાતમાં નબળી પડી રહેલી કોંગ્રેસ નું સ્થાન AAP લેશે ? ભાજપની ચિંતામાં વધારો.

રાજ્યમાં ભાજપ સામે આમ આદમી પાર્ટી ઓ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. તે જોતા એવું લાગે છે કે, ગુજરાતમાં ભાજપ સામે આમ આદમી પાર્ટી એક માત્ર વિપક્ષ પાર્ટી તરીકે ઊભી રહેલ છે. કારણ કે, કોંગ્રેસમાં હજુ કોઈ હલચલ નથી. કોઈને કઈ ગુજરાત ની કમાન સોપવામાં આવી નથી. પરિણામે ગુજરાતમાં કોંગ્રેસનું અસ્તિત્વ વેરવિખેર થઈ ગયું છે.

ગુજરાતમાં પાછલા વર્ષો ઉપર નજર કરવામાં આવે તો રાજ્યસભાની ચૂંટણીમાં ખરા સમયે કોંગ્રેસના ધારાસભ્યોના ફટાફટ પડી જતા રાજીનામા અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પક્ષપાત થતાં જનતા તે બધું જોઈ રહી છે.

આવી ઘટનાઓના કારણે કોંગ્રેસ રાજ્યના નામ મતદારોના મનમાં સત્તા પક્ષ તરીકે પ્રતિષ્ઠા સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યા હોવાનું સપાટી પર આવ્યું છે.બીજું કે કોંગ્રેસ પર વિવિધ મુસ્લિમોની તરફેણ કરવાના આક્ષેપો લાગતાં રહ્યા છે. જેની સામે બહુમતી હિન્દુતરફી રાજકારણ ની શતરંજ રમીને ભાજપ પ્રથમ ગુજરાત અને બાદમાં સમગ્ર ભારતમાં સત્તા મેળવવામાં સફળ રહ્યું છે.

આવી રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં દેશમાં વધી ગયેલા અસહ્ય પેટ્રોલ-ડીઝલના ભાવો વચ્ચે મોંઘવારીથી પીસાઈ રહેલી જનતા અને મહામારીમાં આર્થિક રીતે બરબાદ થઈ ગયેલા લોકો ભાજપથી નારાજ છે.

પણ બીજો કોઈ ઓપ્શન નથી, તે વિચારી લોકો મૂંઝવણ અનુભવી રહ્યા છે. ત્યારે હાલ આમ આદમી પાર્ટી લોકોમાં વિશ્વાસ જાગૃત કરવા પ્રયાસો ચાલુ કરી રહ્યા છે. તેઓ જનવેદના કાર્યક્રમ દ્વારા લોકોને આકર્ષિત કરી રહ્યા છે.

દિવસેને દિવસે આમ આદમી પાર્ટી મજબૂત બની રહી છે. ગુજરાતમાં કઈ પાર્ટી ફાવશે તે કહેવું મુશ્કેલ છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *