AAP : ખેડૂતને મવાલી કહેનાર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી બેન લેખી માફી માંગે.

ભાજપના સાંસદ અને વિદેશ રાજ્યકક્ષાના મંત્રી મીનાક્ષી લેખી દ્વારા ખેડૂત ને વાલી કહેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરીને સુરત ને આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવીને માફી માગવાની માંગ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખવામાં આવ્યો છે. આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે ખેડૂત એટલે ધરતી પરના ભગવાન કે જેના પોતાના પરસેવો રેડીને ધરતી ખેડી ધન્ય પકવે છે.

ખેડૂત જ આખા જગત ના લોકોનો પેટ ભરવાનું કામ કરે છે. દેશના સાચા હીરો ખેડૂત અને જવાનો નીગણના થાય છે. જેનું સન્માન અને આદર બધાએ કરવું જોઈએ. ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખી દ્વારા આવું નિવેદન આપવામાં આવ્યું છે કે ખેડૂત મવાલી છે. ખેડૂતો માટે આવા શબ્દો વાપરવા એ દેશના અસ્મિતા નું અપમાન છે.

આવા શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ નહીં. તેમણે ખેડૂતોની જાહેરમાં માફી માગવી જોઇએ અને જો તમે ન કરવામાં આવે તો ખેડૂત સામે રહીને સમગ્ર ગુજરાતનો લોકશાહી ધ્યાનમાં રાખી વિરોધ પ્રદર્શન અને ધરણા આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે.

આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિને પત્ર લખવામાં આવ્યો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *