AAPનું દમ / ભાજપના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા, જાણો.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા લોકોની મુલાકાત શરુ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રા થકી લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા જન આશીર્વાદ યાત્રા થકી લોકોની મુલાકાત કરવામાં આવી રહી છે.
રાજ્યમાં તડામાર રાજનીતિ પણ શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે, કોંગ્રેસના ગઢમાં ગાબડું પડી રહ્યું છે. અને ક્યારેક ભાજપના ગઢમાં ગાબડું પડી રહ્યું છે.
ત્યારે ભાજપ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીને સ્વીકારી અને જોડાઈ રહ્યા છે. ત્યારે અમરેલીના ભાજપ ના દિગ્ગજ નેતા અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ આમ આદમી પાર્ટી માં જોડાવાનો નિર્ણય કર્યો છે.
તેઓએ સર્કિટ હાઉસ ખાતે ઉદ્યોગપતિ અને આમ આદમી પાર્ટીના નેતા મહેશ સવાણી હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. ભાજપના દિગ્ગજ નેતા નામ શરદ લાખાણી છે.
લોકો ભાજપ અને કોંગ્રેસ થી કંટાળી ને આમ આદમી પાર્ટીને સ્વીકારી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો સ્વીકારી રહ્યા છે.
અત્યાર લગી ને લોકો પાસે સારો વિકલ્પ નહોતો પણ અત્યારે આમ આદમી પાર્ટી તેઓ માટે સારો વિકલ્પ આવી ગયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!