શિક્ષણ દિવસના નામે તાયફો કરી રહેલી ભાજપ શાસકો સામે AAPનો અનોખો વિરોધ..
આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દાવા કરી રહી છે, અને દિલ્હીમાં કેજરીવાલને નજર ગુજરાત રાજ્યના વિધાનસભાની ચૂંટણી પર છે.
અલગ અલગ જિલ્લા તાલુકા અને શહેરના લોકો સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. લોકોએ સરકાર થી કંટાળીને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
જેને લઇને આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત બની આગળ વધી રહી છે. ત્યારે આજે પાર્ટીના નેતા રાકેશ હિરપરા અને આપ યુથ વિંગ દ્વારા શિક્ષકો નું શોષણ બંધ કરીને એમનું સન્માન કરવા માટે આખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
ગુણવત્તાસભર શિક્ષણ માટે આમ આદમી પાર્ટીએ સરકાર સમક્ષ મુખ્ય માંગણીઓ પણ રજૂ કરી છે. આમ આદમી પાર્ટીએ સરકાર સમક્ષ માંગણી રજૂ કરતા કહ્યું છે કે પ્રાઇવેટ શાળાઓના નિભાવ ખર્ચ આપીને શિક્ષકો અને વાલીઓ નું શોષણ બંધ કરવામાં આવે છે.
સાથે સાથે તમામ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવામાં આવે અને તમામ સરકારી શાળામાં ક્લાર્ક પટાવાળા સફાઇ કર્મીઓ વગેરે જેવા બિનશૈક્ષણિક સ્ટાફ પણ પૂરો પાડવામાં આવે
વધુમાં આમ આદમી પાર્ટીએ જણાવતા કહ્યું છે કે, શિક્ષકો પાસે શિક્ષણ સિવાય કોઈપણ કાર્ય ન કરાવીને ફક્ત અને ફક્ત બાળકના શિક્ષણ ઉપર જ સંપૂર્ણ ધ્યાન આપવામાં આવે. સાથે કોઈ પણ સરકારી કે રાજકીય કાર્યક્રમો ખાતર શાળાનું શૈક્ષણિક કાર્ય ક્યારે સ્થગિત કરવામાં ન આવે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!