વડોદરામાં કોર્પોરેશનના વાહનથી અકસ્માત, યુવાન ઉદ્યોગપતિ નું ઘટનાસ્થળે જ…

વડોદરામાં કોર્પોરેશનના વાહનથી અકસ્માત માં યુવાન ઉદ્યોગપતિનું મોત નિપજ્યું છે વડસર બ્રીજ પર રાત્રીના સમયે અકસ્માત થયો હતો. પાલિકાનું રોડ પર સાફ સફાઈ કરતું વાહન અને એક્ટીવા પર સવાર ઉદ્યોગપતિ વચ્ચે અકસ્માત થયો છે. મકરપુરા જીઆઇડીસી કંપની ધરાવતા યુવાન ઉદ્યોગપતિ અંકિત પંચાલ નું મોત નીપજ્યું છે. અકસ્માત થયો તેની સામે જ યુવાન નું ઘર આવેલું છે.

ઘર પાસે જ યુવાનનું મોત નિપજતાં સન્નાટો છવાઈ ગયો હતો મકાન પાસે જ અકસ્માત બનાવ બનતા પરિવારજનો અને સોસાયટીના લોકો સ્થળ પર દોડી ગયા હતા ઘટનાસ્થળે પરિવારજનોના હૈયાફાટ રૂદન સન્નાટો પાથરી દીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વિનોદભાઈ ચૌહાણ માંજલપુર તુલસીધામ પાસે આવેલી ઓમ સ્વચ્છતા નામની કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. આ કંપની વડોદરા કોર્પોરેશનમાં ડ્રાઇવર તથા કંડકટર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવે છે.

ગત 6 ઓગસ્ટના રોજ રાત્રી સમયે દરરોજના કાર્યક્રમ મુજબ રીપર મશીન નો ડ્રાઇવર અને તેની સાથે કંડકટર રોહિત સંગાડા સફાઈ કામ માટે સ્વીપર મશીન નો ટ્રક લઈને વડસર બ્રિજ થી સુસેન સર્કલ રોડ તરફ નીકળ્યા હતા.

આ દરમિયાન રાત્રિના પોણા બાર વાગ્યાની આસપાસ મકરપુરા જીઆઇડીસી થી વડસર બ્રિજ ચડતા મેડીસ્ટાર હોસ્પિટલ ની સામે ના ડિવાઈન નજીક સફાઈ કામ ચાલતું હતું.

આથી કંડકટર ટ્રક નીચે ઉતરી પાછળથી આવતા તમામ વાહનોને સાઈડ બતાવતો હતો. પરંતુ તે સમયે પાછળથી ટુ-વ્હીલર લઈને આવતા યુવાન ઉદ્યોગસાહસિક અંકિત પંચાલ ટ્રક સાથે પટકાયો હતો, અને તેને ગંભીર ઈજા પહોંચી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *