ભાજપના આંતરિક સર્વે મુજબ આમ આદમી પાર્ટીને મળશે આટલી સીટ, ચોંકાવનારો ખુલાસો

ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પગપેસારો કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સુરત મહાનગરપાલિકામાં 27 બેઠકો મળી હતી. ત્યારે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં અલગ-અલગ શહેરો ગામડાઓમાં પ્રચારની શરૂઆત કરી હતી. મુલાકાત કે આમ આદમી પાર્ટી લોકોના ઘર સુધી પહોંચી હતી,

તો બીજી તરફ રાજકીય પાર્ટી અને સામાજિક આગેવાનોએ પણ આમ આદમી પાર્ટીની સાથે જોડાઇ રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની કદ વધી રહ્યું છે.

ત્યારે ગુજરાતમાં નગરપાલિકા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીને લોકોનું ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે.

અને તેની સામે ભાજપની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા નવા મંત્રીઓની ફોજને ગાંધીનગરના અલગ-અલગ વિસ્તારમાં પ્રચાર માટે ઉતારી દેવામાં આવી છે.

ગાંધીનગર ભાજપના આંતરિક સર્વેમાં આદમી પાર્ટીને 26 બેઠકો મળવાનો અનુમાન છે. તેને લઈને ભાજપ પ્રદેશ સંગઠન ની ચિંતામાં વધારો થયો છે.

આ સર્વેમાં એવી માહિતી પણ સામે આવી છે કે, ભાજપ 12 અને 14 કોંગ્રેસ 6 થી 8 અને આમ આદમી પાર્ટી 26 થી 30 ઉમેદવારો જીતી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *