ગુજરાતના મુખ્યમંત્રી પદેથી અચાનક જ વિજય રૂપાણી રાજીનામું આપી દીધું છે. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી અચાનક જ વિજય રૂપાણીએ રાજીનામું આપતા રાજકારણમાં હલચલ જોવા મળી છે. આગામી મુખ્યમંત્રી પાટીદાર હશે. ત્યારે હવે રાજ્યના મુખ્યમંત્રી નવા કોણ હશે તે મુદ્દે ગોરધન ઝડફિયા અને બીજું નામ મનસુખભાઈ માંડવીયાની ચર્ચામાં આવી રહ્યું છે.
તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટી નો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકર અને મુખ્યમંત્રી જે મોટી જવાબદારી આપી ગુજરાતના વિકાસની યાત્રામાં પાંચ વર્ષમાં જે મને અવસર મળ્યો છે.
તે માટે હું પ્રધાનમંત્રીનું આભાર માનું છું. મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.તેમણે જણાવ્યું હતું કે, હવે મને જવાબદારી મળશે તે હું કરીશું.
ગુજરાતની જનતાનો આભાર માનું છું. તમામ ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ ખૂબ મારો સાથ આપ્યો છે. તેમણે મંત્રીમંડળના સભ્યો વિધાનસભાના સાથીઓ પણ આભાર માન્યો છે.
તેમની સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સિનિયર મંત્રીઓ હાજર છે. ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એક દિવસની ગુજરાતની મુલાકાતે છે.
ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ બોલાવી હતી. ભાજપ રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએડ સંતોષ ગુજરાત કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ શહેર પાટીલ મહામંત્રી સાથે બેઠક કરી હતી.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!