નીતિન પટેલ દ્વારા જાહેરાત, વાહનચાલકોને અહીં ટોલટેક્સ ભરવો પડશે નહીં.
બગોદરા, વાસદ હાઈવે પર ટુ અને ફોરવીલ પેસેન્જર વાહનો પાસેથી ટોલ ટેક્સ નહીં લેવાય. વાસદ, તારાપુર, બગોદરા હાઈવે ઉપર ટુ અને ફોરવીલ પેસેન્જર વાહનો પાસેથી ટોલ ટેક્સ લેવામાં આવશે નહીં. હાઇવેનો રૂબરૂ નિરીક્ષણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા લાખો વાહનચાલકો સ્થાનિક નાગરિકોને ફાયદો થશે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જોડતા મધ્ય ગુજરાતના હાઈવે ઉપર માત્ર માલવાહક, ટ્રક, ટેંકર, કન્ટેનર અને બસ જેવા મોટા વાહનો પાસેથી ટોલ ટેક્સ વસૂલાશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વાસદ થી બગોદરા વચ્ચે તૈયાર થઇ રહેલ સિક્સ લેન રસ્તાના તારાપુર થી વાસદ સેક્શનની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ જણાવ્યું કે, 48 કિલોમીટરના આ પેકેજનું ૯૫ ટકા કામ થયું છે.
એકાદ મહિનામાં પૂર્ણ થઇ જશે. દેશમાં નમૂનેદાર બની રહેનારા રસ્તાના લોકાર્પણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ પણ આપવામાં આવશે.
બગોદરા થી વટામણ ના 53ના બીજા પેકેજ સહિત વાસદ બગોદરા હાઈવે 101 કિમી નો તૈયાર થશે. આ આખા રસ્તો ઉપર અંદાજે એકવીસ કિલોમીટરના ફ્લાયઓવર બાંધકામ કરવામાં આવશે. એક રીતે દેશના આ સૌપ્રથમ હાઈવે છે. જ્યાં ક્રોસ રોડની ટ્રાફિક ચાલે તેના માટે 20 ટકા ફ્લાયઓવર છે.
એટલું જ નહીં દરેક પક્ષને ઓવરબ્રિજ મળીને લગભગ ચાર રસ્તા પર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા થઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ મધ્ય ગુજરાતને જોડતા અત્યંત મહત્વના આ હાઇવે ઉપર બાપ્સ જૈન સંપ્રદાયના અનેક તીર્થો આવ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!