તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા પછી હજારો નાગરિકો દેશ છોડીને ભાગી રહ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ફરાર થઈ ગયા છે. અફઘાનિસ્તાનના નાગરિકો ચિંતામાં માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ દેશ છોડીને ફરાર થઈ રહી છે.
આ બધાની વચ્ચે ગઇકાલે એક પ્લેન નીચે લટકી ગયેલા ત્રણ અફઘાન નાગરિકોના નીચે પટકાયા હતા. અમેરિકન પ્લેન ની અંદરની તસવીરો સામે આવી છે. જેને જોઈને તમે ચોંકી જશો, જેમાં મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા છે.
પ્લેન એટલું ખીચોખીચ છે કે, તેમાં ચાલવાની પણ જગ્યા દેખાતી નથી. લોકો ભીડો માં બેઠા છે કારણ કે, તેઓ તાલિબાન થી બચવા માંગે છે.
200 લોકો ની કેપેસીટી વાળા પ્લેનમાં અંદાજે 800 લોકો ગીચ પૂર્વક સવાર થઈ ગયા હતા, જેમાં 600 જેટલા અફઘાનિસ્તાનના નાગરિક હતા. જોકે, બાદમાં અમેરિકાએ આ પ્લેનને ઉડાડવાનો નિર્ણય કર્યો હતો.
નોંધનીય છે કે, અમેરિકા પોતાના નાગરિકોને વતન પરત લઇ જવામાં લાગ્યા છે.અફઘાનિસ્તાનમાંથી હજારો નાગરિકો દેશ છોડીને ભાગી રહ્યા છે.
અમેરિકાના નાગરિકોને પરત લાવવા માટે અમેરિકા નાં રાષ્ટ્રપતિ તરફથી પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!