આઠવલે ના નિવેદન બાદ, હાર્દિક પટેલે આપ્યુ મોટું નિવેદન, જાણો શું કહ્યું..
રાજ્યમાં ફરી વખત અનામતનો મુદ્દો ગરમાયો છે. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે એ લોકો એ વિચારવા માટે મજબૂર કરી દીધા છે કે, પાટીદારોને અનામત મળશે કે નહીં. ત્યારે આ બાબતે હાર્દિક પટેલે મિડીયા સાથે વાતચિત કરતા પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પટેલે મિડીયા સાથે વાતચિત કરતા જણાવ્યું છે કે, કેન્દ્ર સરકારે સત્તા આપી કે હવે તમે ઓબીસી ની અંદર તમે કોઈપણ સમાજનો સમાવેશ કરી શકશો.આ વાતનું એમણે હાર્દિક સ્વાગત કર્યું છે.
આ બિલનો અમે સ્વીકાર કર્યો છે ગુજરાતમાં 27% અનામત છે ઓબીસી સમાજના અધિકારી માટે તો તેની અંદર 148 જ્ઞાતિ છે. 148 જ્ઞાતિ ને તમે વિકાસની હરોળમાં ઊભા રહેવાની વાત કરો તો, હું માનું તે અશક્ય છે.
સૌથી પહેલાં રાજ્ય સરકારે અનામતની 50% સીમાને તોડીને બહાર વધારવી પડે નહીં. તો માત્ર ને માત્ર કાયદો બન્યો હશે, તે કાગળ માં રહેશે. તેનાથી કોઇ સમાજને ફાયદો નહીં થાય.
અનામતની વ્યવસ્થા નો મતલબ ભીખ નથી, પણ અનામત નો મતલબ એ છે કે કોઇ પણ સમાજની પ્રતિનિધિત્વ આપવું એ પ્રતિનિધિત્વ રાજનીતિ શિક્ષણ અને નોકરી હોઈ શકે.
આ વાતને લઈને સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ કે 50% ટકાથી વધુ અનામત શક્ય છે કે, નહીં સાથે સાથે તમારે કોઇપણ સમાજની પ્રતિનિધિત્વ માટે હરોળમાં ઉભા કરવા હોય તો તે સમાજ ની સંખ્યા કેટલી છે. તે પણ મહત્વનું છે
વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, હું તો ઓબીસી અનામતની ટકાવારી વધારવા ની વાત હું માત્ર મારા સમાજની વાત નથી કરતો. હું તો બધા સમાજની વાત કરી રહ્યો છું. રામદાસ અઠાવલે નરેન્દ્ર મોદી સરકારના મંત્રી હતા.
તેઓ કહે છે કે, પાટીદારોને અનામત આપી શકાય તે એનો મતલબ એ સ્વીકારી રહ્યા છે કે સમાજની અંદર ઘણો એવો વર્ગ છે કે, જે ગામડામાં રહે છે. અને ગરીબ છે, તેને પણ તેમનો લાભ મળવો જોઇએ.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!