ભાજપની જન આશીર્વાદ યાત્રા બાદ કોંગ્રેસ ચલાવશે કોવિડ ન્યાય યાત્રા, જાણો આખો કાર્યક્રમ..
ગુજરાત કોંગ્રેસની સોમવારે મળેલી બેઠકમાં કવિડ ન્યાય યાત્રા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું. યાત્રા અંતર્ગત કોંગ્રેસની સરકાર સામે કુલ ચાર માંગણીઓ મૂકી છે. જેમાં સરકાર મહામારીમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને 4 લાખની આર્થિક સહાય ચૂકવે અને મહામારીમાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીના પરિવારના સભ્યોને રહેમરાહે તો સરકારી નોકરી આપવી, સરકાર દ્વારા મહામારીમાં સરકારી ખર્ચે સારવાર ન મળી શકી હોય.
તેવા મધ્યમ અને ગરીબ પરિવારના સભ્યોના પ્રાઇવેટ હોસ્પિટલના બિલ ચુકવણી રૂપાણી સરકાર દ્વારા કરવામાં આવે અને મહામારીમાં ગુજરાત સરકારની બેદરકારીથી મૃત્યુ પામેલા લોકોની સાચી માહિતી મેળવવી ઉપરોક્ત બાબતે ન્યાયિક તપાસ થાય, અને મહામારીમાં અવસાન પામેલા લોકોને શહીદનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી છે.
કેમ્પ ની શરૂઆત કરતાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે આ સરકાર અસંવેદનશીલ સરકાર છે.પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, આ કાર્યક્રમ રાજકીય નથી.
સામાજિક જવાબદારી નિભાવવા નો પ્રયાસ છે, જ્યારે આરોગ્ય સેવા ઉભી કરવાની હતી. ત્યારે સરકારી અને થાળી વગાડી દવા એમ્બ્યુલન્સ ઓક્સિજન અને અન્ય સાધનોના અભાવે લોકોના પરિવારથી દૂર થયા, મોદી સારવારના કારણે લોકો ઉપર દેવું છે.
પાંચ લાખથી વધુ પરિવારોને મળીશું, આગામી દિવસમાં કોંગ્રેસ કોવિડ વોરીયર બુથ સુધી નિમણૂક કરીશું.દરેક ગામ અને બોર્ડના મુખ્ય સ્થળે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરી તેમને ન્યાય મળે તેવા પ્રયાસો કરીશું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!