હાર્દિક પટેલ બાદ આ દિગ્ગજ નેતાએ નરેશ પટેલને આપ્યુ ખુલ્લું આમંત્રણ, રાજકારણમાં મોટી હલચલ..

હાર્દિક પટેલ હવે પરેશ ધાનાણીએ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે. ‘નરેશભાઈ સહિત સૌને કોંગ્રેસમાં આવકારીએ છીએ’ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપતા રાજકારણમાં મોટી હલચલ થઇ છે. જે બાદ હવે વિપક્ષ નેતા પરેશ ધાનાણી નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું છે.

રાજકોટ ગયેલા પરેશ ધાનાણીએ નરેશ પટેલ કોંગ્રેસમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે. નરેશભાઈ સહિત સૌને કોંગ્રેસમાં આવકાર્ય છીએ, તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

વધુમાં એમ પણ કહ્યું હતું કે કોંગ્રેસ ના માધ્યમથી સેવા કરવા માંગતા તમામ નું સ્વાગત કરીએ છીએ તેવો પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નેતા નરેશ પટેલને પત્ર લખીને રાજકારણ માં જોડાવા અપીલ કરતાં સમગ્ર રાજકારણમાં મોટી હલચલ થઇ છે.

હાર્દિક પટેલે આ પત્રમાં લખ્યું હતું કે નરેશ પટેલને પાટીદાર સમાજના માર્ગદર્શન બનીને રાજકારણમાં આવવું જરૂરી છે. હાલ પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હિત અને અસ્તિત્વની લડાઈ માટે શ્રી ગણેશ કરવાનો સમય આવી ગયો છે. હાર્દિક પત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં એક પક્ષનું શાસન છે.

શાસક પક્ષની તાનાશાહી થી ગુજરાતીઓને અન્યાય થાય છે. પાટીદાર સમાજના યુવાનો પણ સરકારની તાનાશાહી નો ભોગ બન્યા છે. જેને લઈને ભાજપ સામે રાજકારણમાં ઉતરવા હાર્દિકે નરેશ પટેલને આમંત્રણ આપ્યું હતું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *